________________
દિવસે જિનમંદિર-ઇંદ્રવજા–નગારા-નિશાન-ગજરાજ-તલમંગળ વાજિંત્ર આદિની અપૂર્વ-શભા સાથે ભવ્ય-આડંબરપૂર્વક શ્રીસંઘ સાથે પૂજ્યશ્રીએ પ્રયાણ કર્યું.
ક્રમે કરી ફા. વ. ૨ ના મંગળ દિવસે ઉદયપુર પહોંચ્યા ત્યારે ઉદયપુરના શ્રીસંઘે ભવ્ય ગજરાજ- તલ ડંકા-નિશાન અને સરકારી પેલીસ બેંડ આદિ સામગ્રીથી શ્રીસંઘનું ભવ્ય સ્વાગત કર્યું અને ગાનના દહેરાસરના વિશાલ ચેકમાં શ્રીસંઘને ઉતારે આખે. ઉદયપુરના શ્રીસંઘ સાધર્મિક ભક્તિને લાભ લીધે, પૂજ્યશ્રીની પ્રેરણાથી ઉદયપુર શ્રીસંઘમાંથી અનેક યાત્રિકે છરી પાળતા સંઘમાં જોડાયા.
ફા. વ. ૭ ને મંગળ પ્રભાતે કેશરીયાજી તીર્થ શ્રી સંઘ ધામધૂમથી પહોંચે, તીર્થ વ્યવસ્થાપક પેઢી તરફથી શ્રીસંઘનું સન્માન પ્રવેશ મહત્સવ વગેરે ઠાઠથી થયું
બીજે દિવસે તીર્થાધિપતિ શ્રી રાષભદેવ પ્રભુના જન્મ અને દીક્ષા કલ્યાણકના સંયુક્ત પર્વ તરીકે ફા. વ. ૮ (શાસ્ત્રીય ચત્ર વદ-૮)ને ભવ્ય મેળે થતે હોઈ શ્રીસંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં આંબિલની તપસ્યા, ભવ્ય સ્નાત્ર મહોત્સવ તથા વિશાળ રથયાત્રા, સાંજે સાધર્મિક વાત્સલ્ય આદિ કરી જીવન ધન્ય બનાવ્યું.
૨૦૯