________________
પૂજ્યશ્રીને વદ દશમ સવારે ઉદયપુર શ્રીસંઘના દબદબાભર્યા વિદાયમાન સાથે વિહાર થયે.
માહ સુ. સાતમે લીલવાડામાં મહત્સવ સાથે પ્રવેશ થયો.
ભીલવાડામાં તીર્થયાત્રાને લગતા ત્રણ વ્યાખ્યાને થયાં, છ'રી પાળતા શ્રીસંઘના થનારા લાભ જણવટપૂર્વક જણાવી યાત્રાળુ તરીકેની છરી પાળવાની જવાબદારી વિગતથી સમજાવી સહુને પ્રેત્સાહિત કર્યા.
શ્રીસંઘમાં પૂજ્યશ્રીના મંગળ-પ્રવચનેથી ધર્મોલ્લાસમાં અપૂર્વ ભરતી આવી. અઠવાડીયા સુધી તીર્થયાત્રા અંગેના વ્યાખ્યાનેથી સંઘમાં સારી જાગૃતિ આવી.
સંઘવી થવા ઈચ્છતા કિશનજી શેઠને પૈસા ખર્ચવાને ઉમંગ છતાં મેવાડ જેવા પ્રદેશમાં આવે છરી પાળતે સંઘ કદી નિકળે ન હોઈ લેકે આવવા તૈયાર ન હતા.
આ વાત પૂજ્યશ્રીને કિશનોઠે ખાનગીમાં જણાવેલ, તેથી એકધારા તીર્થયાત્રા અગેનાં વ્યાખ્યાને પૂજ્યશ્રીએ ફરમાવ્યાં.