________________
પૂજયશ્રીએ જણાવ્યું કે—કાતિક પૂર્ણિમા પછી શ્રીસંઘ તરફથી ઉદયપુરના છત્રીશ અને આસપાસના નજીકના દશ જિન—ચની ચૈત્ય-પરિપાટીને કાર્યક્રમ છે, તેથી માસા પછી પ્રાયઃ દોઢ મહિને સ્થિરતા થાય માટે તે વખતે મેગ્ય વિચારશું, તમે ફરી માગ. સુ. ૧૫ લગભગ મળશે તે ઠીક રહેશે!” એવું આશ્વાસન આપ્યું.
ભીલવાડા સંઘે પણ પૂજયશ્રીને ભીલવાડા પગલાં કરી ધર્મ–પ્રભાવના શાસને ઘાત કરવા આગ્રહભરી વિનંતિ કરી, પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શના” અને “વર્તમાનગ”
કહી સાધુ મર્યાદાનું દર્શન કરાવ્યું.
ઉદયપુરના શ્રીસંઘે પર્વાધિરાજ પર્યુષણુ-પર્વના કર્તવ્ય રૂપ ચિત્યપરિપાટીને વ્યવસ્થિત રીતે અમલમાં મુકવા માટે વિચાર્યું કે – - તે દહેરાસરેની આશાતનાનું નિવારણ થાય, સહુ સ્વદ્રવ્યથી જાતે દહેરાસરના સમગ્ર જિનબિંબોની પૂજા ભક્તિને લાભ લે! સ્નાત્ર પૂજા ઠાઠથી ભણાવે ! બપોરે “જિનભક્તિનો અપૂર્વ મહિમા' વિષય પર પૂજ્યશ્રીનું શાસ્ત્રીય શૈલીનું વ્યાખ્યાન પ્રભાવના આદિથી શાસન-પ્રભાવના સારી થાય.”
૨૦૪