________________
મેવાડ, ગુજરાત, કાઠિયાવાડ આદિ પ્રદેશમાંથી પણ હજારોની સંખ્યામાં યાત્રિકે આવેલ, તે બધાના હર્ષોલ્લાસ વચ્ચે વદ આઠમ સવારે તીર્થપતિના સમૂહ ચૈત્યવંદન સાથે દર્શન કરી દેરાસરના આગળના ચોકમાં તીર્થમાળની વિધિ થઈ વ્યાખ્યાન પણ થયું, સંઘપતિ તરફથી પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા ઠાઠથી થઈ. બપોરે બેટી પૂજા ભણાવી, સાંજે ચાર વાગે ભવ્ય રથયાત્રા નિકળી. પૂજ્યશ્રીએ આવેલ યાત્રાળુઓને દર વર્ષે આ દિવસને મેળા-વાર્ષિકયાત્રાના પ્રતીકરૂપે ચાલુ રાખી પ્રભુ ભક્તિ-પૂજા–રથયાત્રા આદિ કરી આ દિવસની ઉજવણી માટે પ્રેરણા કરી, - - વિ.સં. ૧૯૩૪ના ફા.વ.૮થી શરૂ થયેલ તે મેળે આજ દિન સુધી ખૂબ ઠાઠથી ભવ્ય દબદબા પૂર્વક ઉજવાય છે, હવે તે આ મેળામાં ભીલ લેક પણ કાળીયાબાબાની અટૂટ– ભક્તિથી હજારોની સંખ્યામાં જોડાયા છે.
પૂજ્યશ્રી કેશરીયાજી થી સલુંબર આદિ ગામની સ્પર્શના કરી ઉદયપુરમાં વૈશાખ મહિને પધાર્યા, શ્રી સંઘનાં અનેક ધર્મકાર્યો કરવાનાં હેઈ વિ.સં. ૧૯૩૪નું માસું પણ ઉદયપુરમાં કર્યું. * ચેમાસામાં શરૂઆતમાં જ શ્રી વર્ધમાન તપની ઓળીની આરાધના કરાવી, પર્વાધિરાજની આરાધના પ્રસંગે ચૌસઠ–