________________
પારખી મૂળ વાત પકડી રાખી જનતાના માનસ પર સત્યતત્વની ઝાંખી મંડન શિલિથી કરાવવા લાગ્યા.
રતલામ શ્રીસંઘે ઓળાયેલા આ વાતાવરણમાં ચોમાસાને લાભ ફરીથી આપવાને આગ્રહ રાખી પૂજ્યશ્રીને જેઠવદ દશમના મંગળદિને ચાતુર્માસિક પ્રવેશ કરાવ્યું.
આ સ્થાનકવાસી–શ્રીસંઘમાં શ્રી હરખચંદજી ચેપડે, કિશનલાલજી માનાવત અને સુખમલજી બોથરા વયેવૃદ્ધ અને કરેલ બુદ્ધિના આગમિક-વાતેને સૂઝ પૂર્વક સમજનારા
હતા.
તેઓએ પ્રથમથી કહેવડાવી પૂજ્યશ્રી પાસે જિજ્ઞાસાથી મળવા ઈચ્છા પ્રર્દશિત કરી. પૂજ્યશ્રીએ પણ ગમે ત્યારે બપોરે બેથી ચારમાં આવી શકવા સંમતિ દર્શાવી. - ત્રણે જાણકાર-શ્રાવકોએ પૂજ્યશ્રીને સંપર્ક સાધી વિવિધ સ્પષ્ટ ખુલાસા મેળવી ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો અને પૂજ્યશ્રીની પ્રતિભાભરી વિદ્વત્તાથી આકર્ષિત બન્યા.
પરિણામે તેઓએ ઉહાપોહમાં રહેલ કડવાશ અને આક્ષેપાત્મક નીતિ બંધ કરાવી. સરળ ભદ્રિક જનતાને જિજ્ઞાસુ ભાવે સત્ય સમજવાનાં દ્વાર ખુલ્લા કર્યા. . જેના પરિણામે બસથી અઢીસેં ઘરને સમુદાય
ર