________________
૦૦૦
વિદ્વત્તાભરી પ્રવચન-શિલિ અને શાસ્ત્રીયતની તર્કબદ્ધ રજુઆતથી ઉપજેલ અંજામ-અસરમાંથી મુક્ત કરવા કશિશ કરી.
શ્રાવકે તે વખતે તે શાંત થઈ ઘરે ગયા, પણ પૂજ્યશ્રીની વાતમાં શાસ્ત્રીય-પદાર્થોની ભવ્ય રજુઆત, શાસ્ત્રીય પાકેને રણકાર અને પૂજ્યશ્રીની વિશુદ્ધ સંયમ-ચર્યાથી ઉપજેલ. હૈયાની ઊંડી અસરથી ફરીથી અંદર અંદર વિચારવા લાગ્યા કે –
આપણુ ગુરુજીને આપણે ફરીથી વિનવવા જોઈએ કે સંવેગી સાધુમહારાજે જે શાસ્ત્રીય-પાઠની રજુઆત કરવાની તૈયારી સાથે ત્રિસ્તુતિક-મતની માન્યતાને આડકતરે પડકાર ફેક છે! તો આ અંગે આપણું ગુરુજી મારફત જવાબ અપાવ જ જઈએ” વગેરે.
બધા શ્રાવકેએ આગેવાનેને ભેગા કરી બધી વાત કરી, આગેવાન શ્રાવકે “ગુરુમહારાજે કહ્યું છે તે બરાબર છે”—એમ કરી ભીડી વાળતા હતા, પણ જિજ્ઞાસુ કેટલાક શ્રાવકેએ કહ્યું કે-“એમ વાતને ટૂંકાવવાથી શું ફાયદો ! આપણુ ગુરુજી કહે છે કે–તે સંવેગી ને સાધુ છે, તે આગમમાં શું સમજે? આ તે આગમની વાત છે! પણ તે સંવેગી સાધુ તે શાસ્ત્રીય-પાઠ. આપવા તૈયાર છે, તે સત્યને નિર્ણય શાસ્ત્રાધારે થવું જોઈએ.”
૪૫