________________
આગમધરસૂરિ
૩૫
કાંઈ કરવું જોઈશે. એ માટે આજ ક્ષણે મારે ચાલ્યા જવું જોઈએ.
બાહ્યમનનું તેફાન બાહ્યમન ચમકીને બોલ્યું અરે હેમચંદ્ર! તું તારી માને દગો દઈ કયાં જાય છે? તારી નેઢા સૌંદર્યવતી સતીના હાસ્યભર્યા મુખને નિહાળ. એની દશાને વિચાર કર. પાગલ ! તું જ્યાં જવા તૈયાર થયા છે ત્યાં જરાય સુખ નથી, અરે સુખની ગંધે નથી. તું કોઈક સાધુદ્વારા છેતરાયે છે. આ તારા ઘરમાં ઉભરાતા ધનના ઢગલા જે. જેને મેળવવા અનેક માન અનીતિ અન્યાય અને ખૂનામરકી કરે છે, તે તને વિના પ્રયાસે મહ્યું છે. એને તજી આત્માના અનંતસુખની મિથ્યાભ્રાંતિમાં ન ફસા. જા ! માતાના ચરણે માથું મૂકી કહી દે-મા ! આજથી તારા ચરણમાં જ જીંદગી જીવીશ. મારી પત્નીને કહે-આજથી તને મારી સહચરી ગણીશ. આત્મા અને પરલોકના જુઠા વહેમોને બાળી નાંખ, એતે ધૂર્તોએ ઉભી કરેલી બ્રમપૂર્ણ વાત છે.
હેમચંદ્ર વિચારે છે કે ઘરને તજવા અને છેલ્લા નમસ્કાર કરવા જાઉં છું ત્યાં આ શું? એ મારા ભગવાન્ ! બચાવ, બચાવ.
હે ભગવન ! તમારા માતા-પિતા જ્યારે સ્વર્ગે સિધાવ્યા ત્યાર પછી અધમ એવા ગોવાળીઆએ આપને ઉપદ્રવ-ઉપસર્ગો કર્યા, જે કે માતાપિતા જીવતા હતા ત્યારે તે તેઓ પણ રક્ષણ કરતા હતા. .