________________
મોતીચંદ ગીરધરભાઈ પણ કહેતા હતા કે જ્ઞાન માટે અવિરત મહેનત અને શાસ્ત્રના સટ ઉત્તર આપનાર હોય તે તેઓશ્રી એકજ છે.
બાદ મુનિશ્રી ચંદ્રોદયસાગરજી મ. પૂ. ગુરુદેવશ્રીના અંગે બોલતાં જણાવ્યું કે અત્યારે મારૂ હૃદય ભરાઈ ગયું છે. બેલવા તાકાત નથી. છતાં તેઓશ્રીને પરિચય તે સૂર્યને ઓળખવા જેવું છે. આજે શાસનભાણ અસ્ત થયે. તેઓશ્રી અંત પળે પણ શાસન માટે લાગણીવાળા, શાસનનું શું થશે? એ બીના તેઓને રોમેરોમમાં વસેલી હતી. શાસ્ત્રના સચેટ ઉત્તર આપતા, કપરા પ્રસંગે શાસન માટે તૈયાર હતા. તીર્થ અને આગમ માટે જીવના છેલ્લા પ્રાણ સુધી તન-મનથી કામ કર્યું છે. આગમ-મંદિરો અને આગમનું સંશોધન કરી છપાવ્યા, પૂબ સૂરિજીની જૈનશાસનમાં મહાન ખોટ પડી છે. ત્યારબાદ ડેલાના ઉપાશ્રયવાળ મુનિ રાજેન્દ્રવિજયજી મહારાજે પણ આચાર્ય શ્રી જ્ઞાની છતાં ગંભીર અને નિડર મહાન પુરૂષ હતા. વિગેરે પ્રાસંગિક વિવેચને થયાં હતાં.
સં. ૨૦૦૬ ૧૦ વ૦ ૬ રવિ અનેક સગુણાલંકૃત પરમગુરૂભક્ત આચાર્ય શ્રી માણિક્યસાગરસૂરિજી મહારાજશ્રી તથા પંન્યાસજી શ્રી ચંદ્રસાગરજી સુયોગ્ય શિષ્ય-સમુદાય પરિવાર સહિતની પવિત્ર સેવામાં, સુરત
સાદર સવિનય વંદના સાથે લખવાનું કે અમે એ દુઃખદ સમાચાર જાણીને ઘણું દીલગીર થયા છીએ કે પોતાના જીવનમાં જૈન આગમેની વાચનાઓ આપીને, એ આગને પ્રકાશમાં મૂકાવીને, એ આગમને આરસની શિલાઓમાં અને તામ્રપત્ર પર લેખરૂપે કેતરાવીને આગમને ચિરસ્થાયી બનાવવા શુભ પ્રયત્ન કરનાર અને એ રીતે “આગમેદ્ધારક એવું યથાર્થ બિરૂદ મેળવનાર, આગમનું વિશિષ્ટ જ્ઞાન ધરાવનાર જૈન, પ્રવચનની અનેક પ્રકારે અમૂલ્ય સેવા બજાવનાર–આપનાર માનનીય ગુરૂદેવશ્રી આનનસાગરસૂરિજીના સ્વર્ગવાસથી અમને ઘણી દિલગીરી થઈ