________________
૮૭
તે નિમિત્તે અત્રે મોતીશા શેઠની ધર્મશાળામાં તાંબર મૂર્તિપૂજક જેને કેન્ફરન્સના સુવિખ્યાત માજી પ્રમુખ શ્રીયુત પારેખ છેટાલાલભાઈ ત્રીકમલાલ વકીલના પ્રમુખપણું નીચે આજે વૈશાખ વદ ૮ તા. ૯-૫-૫ને ભમવારની રાત્રે આઠ વાગે જાહેર શોકસભા જવામાં આવેલ છે. તે પ્રસંગે સર્વ ભાઈ બહેનોને સમયસર પધારવા વિનંતિ છે.
લી... જૈન સંઘ પાલીતાણા
જાહેર વિનંતિ શ્રી ભાવનગર-જૈન-વેતાંબર–મૂર્તિપૂજક-તપાસંધના સર્વે બંધુએને જણાવવાનું કે આચાર્ય મહારાજશ્રી આનંદસાગરસૂરિજી મહારાજ સુરત મુકામે વૈશાખ વદ ૫ ના રોજ કાળધર્મ પામ્યા તે નિમિત્તે દિલગીરી દર્શાવવા સંઘની મીટીંગ તા. ૯-૫-૫૦ વૈશાખ વદ ૮ ભમવારે સાંજના પાંચ વાગે મેટા દેરાસર પાસેના ઉપાશ્રયમાં મળશે તેમાં આપ સૌ પધારશે. પરમપૂજ્ય પ્રાત: સ્મરણય-મહારાજ અનુગાચાર્ય સાહેબ શ્રી ચંદ્રસાગરજીની સેવામાં.
| મુ સુરત. જત લખવાનું કે ગઈ કાલે સુરત જૈન સંધને તાર આચાર્ય મહારાજ સાહેબ શ્રી આનંદસાગરસુરીશ્વરજી કાળધર્મ પામ્યા તેને તારા મા તે બીના સાંભળી પાટણને સંધ ઘણો જ દીલગીર છે. અત્રે પાખી પળાવી હતી. અને દરેક અપાસરે દેવવાંદવાની સુચના આપી હતી. બધા સાધુ મુનીરાજે ભેગા થઈ સાગરના અપાસરે દેવવાંધા હતા. આજ દિને પાટણના જૈનસંધ તરફથી સુરતના જૈનસંધ ઉપર દીલગીરીને તાર મૂક્યો છે. તેની નેંધ લેશે.
અમદાવાદમાં પૂ. આગમ દ્વારકના સ્વર્ગવાસ નિમિતે દેવવંદન-વિધિ.