________________
કાળધર્મથી અમદાવાદના જૈનેની આ જાહેરસભા ભારે આઘાત અનુભવે છે. પૂજય આચાર્ય મહારાજ તે પોતાની વૃદ્ધ ઉમ્મર અને સુદીધ દીક્ષા પર્યાય દરમ્યાન જૈનધર્મ અને જૈન-સાહિત્યની અનેકવિધ સેવા કરીને પિતાનું જીવન ધન્ય અને કૃતકૃત્ય બનાવી ગયા છે. પણ તેઓશ્રીના સ્વર્ગવાસથી જૈનશાસનને બહુ મોટી ખેટ આવી પડી છે. સ્વર્ગસ્થસૂરીશ્વરજી મહારાજના પવિત્ર આત્માને આ સભા પોતાની ભાવભરી અંજલી આપે છે. અને તેઓશ્રીના શિષ્ય–પ્રશિષ્યોના વિશાળ સમુદાય અને જૈનસંધ ઉપર આવી પડેલ આ દુઃખમાં પિતાની સમવેદના અને સહાનુભૂતિ દર્શાવવા સાથે સ્વર્ગસ્થ આચાર્ય મહારાજના આત્માને ચિરશાંતિની પ્રાર્થના કરે છે.”
ઠરાવ ઉપર મુદ્દાસરનું વિવેચન કરતાં શ્રી ચંદ્રકાન્તભાઈએ પૂ૦ સૂરીશ્વરજીના સાધુ-જીવનને અને તેઓએ કરેલ આગમ વિગેરેના સંશોધનના કાર્યને અંજલી આપીને તેઓશ્રીને એક મહાપુરૂષ તરીકે વર્ણવ્યા હતા.
ત્યારબાદ શ્રીયુત ચીમનલાલ કેશવલાલ કડીઆએ વિવેચન કરતા જણાવ્યું કે સૂરિજીના જીવનનું વર્ણન શબ્દો દ્વારા થઈ શકે એમ નથી. તેઓ સમર્થ—યોહા, સતત પુરૂષાર્થી, નિશ્ચયબળવાળા, અને જ્ઞાનભક્તિથી ભરેલા મહાપુરૂષ હતા, તેઓની મોટી ખોટ આવી પડી છે, પણ જૈનસંઘે માત્ર બેટની વાત કરવાથી હવે કામ નહિ ચાલે. હવે તે કંઇક નક્કર કામ કરવાનો સમય આવી પહોંચ્યો છે. અને તેથી તેઓશ્રીને પ્રિય એવી પ્રવૃતિને વેગ મળે તેવું કાર્ય હાથ ધરવુ જોઈએ, વિગેરે.
ત્યારબાદ શેઠ સુરેન્દ્રભાઈ સારાભાઈએ બેલતાં ઠરાવને અનુમોદન આપીને સ્વ. સુરિજીએ આગમગ્ર શેની થાપણુ અને તામ્રપત્રોમાં કોતરવાનું જે મહાન કાર્ય કર્યું હતું તેને અંજલી આપી હતી.