________________
૫૯
ભગવાનને જન્માભિષેક કરવા માટે સૌધર્મેન્દ્ર આવે છે અને ત્રિશલામાતા વિગેરેને અવસ્થાપિની નિદ્રા આપે છે. (૨) ભગવાનને પાંચ રૂ૫ કરી ઇન્દ્ર મેરૂશિખર ઉપર લઈ જાય છે. (૩) જન્માભિષેક - મેરગિરિ ઉપર પાંડકવનમાં અતિ પાંડુકંબલા નામની શિલા ઉપર પ્રભુને ઉત્કંગમાં લઈને સિંહાસનમાં સૌધર્મ ઈન્દ્ર બેઠા અને ૬૩ ઇન્દ્રો વગેરે અનુક્રમે ૨૫૦ અભિષેક કરે છે. પછી ઈશાન ઈન્દ્રના ઉસંગમાં પ્રભુને બેસાડી સૌધર્મ ઈન્દ્ર ચાર વૃષભનાં રૂપ કરીને ભગવાનને અભિષેક કરે છે. એ પ્રમાણેનાં આ પટમાં દશ્યો છે. પર ત્રીજો : દીક્ષા-કલ્યાણક --
ગર્ભગૃહના પ્રવેશદ્વારની વચલી દીવાલ ઉપર દીક્ષા-કલ્યાણકને પટ પત્થરમાં કોતરવામાં આવેલ છે. (૧) વષીદાનઃ-શ્રમણ ભગવાન મહાવીર ત્રીસ વર્ષની ઉમરે દીક્ષા અંગીકાર કરે છે. તે પહેલાં એટલે એક વર્ષ પહેલાં સંવત્સરી દાન દેવા માંડે છે. તે દાનમાં છ મન માગ્યું દાન મેળવે છે. અને પોતાની ભવ્યપણાની છાપ નક્કી કરે છે. (૨) દીક્ષાને વધેડે ભગવાન દીક્ષા અંગીકાર કરવા જાય છે તેને આ વરઘડે છે. તે વખતે તેમની શિબિકા ઈન્દ્રાદિ દેવ વિગેરે ઉપાડે છે. (2) દીક્ષા-કલ્યાણક-ભગવાન ક્ષત્રિયકુંડ નગરની બહાર રાખડવન ઉદ્યાનમાં અશોક વૃક્ષ નીચે છઠ્ઠ કરી પંચ-મુષ્ટિ લેચ કરી કારતક વદ ૧૦ ને દિવસે દીક્ષા અંગીકાર કરે છે. લેચના વાળ ઈન્દ્ર મહારાજ ઝીલે છે અને દેવદૂષ્ય ભગવાનના ખભે સ્થાપન કરે છે. એમ ત્રણ દ આ પટમાં છે.
પટ ચેાથે કેવળજ્ઞાન-કલ્યાણક
ગર્ભગૃહના પ્રવેશદ્વારની દક્ષિણ તરફની દીવાલ ઉપર કેવળજ્ઞાનકલ્યાણકને પટ પત્થરમાં કેતરવામાં આવેલ છે. (૧) કેવળજ્ઞાનકલ્યાણક:-તેમાં ભિક ગામની બહાર જુવાલુકા નદીને તીરે વ્યા