________________
૪૧
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું
૪૧ સુહાગણ હોય જે નારી, પતિને પ્રાણથી પ્યારી, બનાવી વિધવા તેને, બિચારીને રડાવે છે. કરમ. ૪ બનાવે જોગીને ભેગી, કરે બલવાન ને રોગી, નીચાની ઉંચના પાસે, ગુલામી તું કરાવે છે. કરમ. ૫
હરિશ્ચંદ્ર રાજાને ચંડાળ બનાવી સ્મશાન ભૂમિમાં મડદાં સાથે અર્ધ બળેલાં લાકડાને ખેંચતો કર્યો. મુંજ રાજાને ભીખ માંગતે કર્યો. બ્રહ્મદત્ત ચકવતીની બંને આંખે ફેલાવી અંધ કર્યો, મહા બળવંત અને બુદ્ધિના ભંડાર ધર્મિષ્ઠ એવા પાંચ પાંડને વનમાં બાર વરસ સુધી રઝળતા કર્યા, તે ભેળા હદયવાળા બિચારા વીરસેન કુમારની એવી દશા કરે તેમાં નવાઈ નથી. કુમારને આપણે અહિં રાખી સતી શિરામણું ગુણમંજરીનું શું થયું? તે જોઈએ.
રાત્રી ગઈ. બીજે દિવસ પૂર્ણ થયો, પણ પતિ ન આવ્યો તે ન જ આવ્યું. સનીના ભયથી કમાડ પણ ઉઘાડવાં નહિ, તેમજ સોનીની સતામણી પણ ચાલુ જ રહી.
હવે રાત પડતાં ગુણમંજરી પતિના વિરહથી અત્યંત દુઃખને ધારણ કરતી ક૯પાંત કરવા લાગી કે “હે વીતરાગ દેવ! પૂર્વ ભવે મેં આપની આજ્ઞાને લેપ કર્યો હશે, ધર્મને અનાદર કર્યો હશે, દેવ, ગુરુ, ધર્મની નિંદા કરી હશે, જીવદયા પાળી નહિ જ હોય, શેક્ય પ્રત્યે દ્વેષ ધરી પતિ વિયેગ કરા હશે, અને સતીઓને કુડાં કલંક આપ્યા હશે, તેથી જ આજે મારી આ દશા થઈ છે અરે ! આ દુષ્ટ સનીના પંજામાં સપડાયેલી હું મારા શીયળ રત્નનું કેવી રીતે રક્ષણ કરીશ?