________________
પ્રકરણ ૪થું
મહારાણી સુભદ્રાનું થયેલું. સમાધિ મરણ
પછી સુભદ્રા મહારાણીને સહેજ બિમારી થઇ, શરીર અશક્ત થવા લાગ્યું. હવે પેાતાના આયુષ્યના અંત આવેલે જાણી વહુને ભલામણ આપી કે ‘હે વહુ બેટા ! મારૂં મરણુ નજીક આવ્યુ છે. મારા મરણ પછી વીરસેન કુમારને ઘરમાં ગમશે નહિ, કારણ કે આજ દિવસ સુધી મારાથી દૂર રહ્યો નથી, તેમજ કોઈ જાતનું દુઃખ તેણે દેખ્યુ નથી. તેથી તેને આ ઘરમાં રહેવુ' મુશ્કેલ થશે. માટે તેની ઇચ્છા અનુસાર તમે બીજે જજો, પણ આ ઘરમાંથી એક પાઇ સરખી લેશે નહિ. આ શેઠે આપણા ઉપર ઘણા ઉપકાર કર્યો છે; તેના ઉપકાર આપણાથી ભૂલાય તેમ નથી માટે આ ઘરમાંથી કાંઇ પણ લીધા સિવાય ચાલ્યા જવું.' ત્યાર પછી વાવૃદ્ધા મહારાણી સુભદ્રા ચારાસી લક્ષ જીવયેાનિ સાથે ખમત ખામણાં કરી, ચાર શરણાં સ્વીકારી, ધમ ધ્યાનમાં દત્ત ચિત્તવાળી થઇ છતી નવકાર મંત્રના ઉચ્ચારણ સાથે આ ફાની દુનીયાને ત્યાગ કરી સમાધિ મરણ પામી, દેવલાકે પહેાંચી. જન્મ્યા તે જવાના છે. પણ આવી રીતે ધમ આરાધના કરી જે મનુષ્ય મરણ પામે છે તે જ મરણ ઉત્તમ છે. આવા માતે મરનારાઓનું ભવ ભ્રમણ ઓછુ' થાય છે મૃત્યુ પછી કાઇને પણ ઘડીભર રાખી શકાતું નથી, એ ન્યાયે મરણ પામેલ મહાસતી સુભદ્રાની નનામી બાંધી સ્મશાનભૂમિ પ્રત્યે લઈ જતા જોઇ વ્યવહાર માગ થી અજ્ઞાન અને મહેલની સાતમી ભૂમિએ બેઠેલ વીરસેન કુમાર નીચે ઉતર્યાં. બધા લેાકેાને રડતા જોઈ પૂછવા લાગ્યા તમે કેમ રડા છે ? શું છે? મારી માતાને ક્યાં