________________
૩૧૪
ભય. ઘુંટીમાં હોય તે પંથે મુસાફરી કરવી પડે, કલેશ થાય કુલા, પની અને પગમાં હોય તે ધનને નાશ, અગમ્યાગમન પંથ થાય. આંગળીયુંની વચમાં હોય તે બંધન. અંગુઠા ઉપર હોય તે જ્ઞાતિથી સન્માન મેળવે.
સ્ત્રીને ગર્ભ રહેશે કે નહિ તે જાણવાને રોગ - સ્ત્રીઓની જન્મ રાશીથી ૧-૨-૪-૫-૭-૮-૯-૧૨ સ્થાનમાં ચંદ્ર અને મંગળ દેખાતો હોય તે ગર્ભ રહે એમ જાણવું.
સ્ત્રીઓની જન્મ રાશીથી ૩-૬-૧૦-૧૧ સ્થાનમાં ચંદ્ર હોય તે અને મંગળ દેખાતે હોય તે સ્ત્રીને સંતાન થશે એમ સમજવું.
પુરૂષની જન્મ રાશીથી ૩-૬-૧૦-૧૧ સ્થાનમાં ચંદ્ર, હોય અને ગુરૂ દેખાતે હોય તે સંતાન થશે એમ જાણવું.
સુકાળ અથવા દુકાળ જેવાની રીત
શકના વર્ષને ૩થી ગુણ તેમાં પ ઉમેરવા પછી તેને. સાતે ભાગતા તેમાં ૧ રહે તે આઠ આના વર્ષ થાય.
૨ રહે તે વરસાદ સારા થાય. ૩ રહે તો દુકાળ પડે. ૪ રહે તો વરસાદ સારા થાય. ૫ રહે તે બધી મોંઘારત, થાય. ૬ રહે તે આઠ આના વરસ થાય. ૭ વધે તે ભયંકર દુકાળ પડે, લડાઈ થાય.
સ્ત્રી-પુરૂષના સામુદ્રિક લક્ષણે ૧ જેના નખ, પગ, હાથ, જીભ, હોઠ, તાળવું અને આંખના
ખુણા લાલ હોય તે પુરૂષ ભાગ્યવાન જાણ, તે પુરૂષ. સપ્તાંગ લક્ષ્મીને ભેગવે છે.