________________
૩૦૨
મીથુન લગ્ન-કાર્યસિદ્ધ, મન ચિંતવ્યું ફલ પાશ, આનંદ કરાવશે.
કર્ક લગ્નમાં-લાભ થશે, ચિંતવ્યું ફલ પામશ, મિત્ર મલશે.
સિંહ લગ્ન-કુશલ કામ સિદ્ધ થશે, સુખ, શાંતિ થશે, લક્ષમી પામીશ.
કન્યા લગ્નમાં કલેશ થશે, અપિ થશે, ધારેલા કામમાં વિરોધ થશે, સગા-સંબંધીઓથી હાની થશે.
તુલા લગ્નમાં એમણે લાભ થશે, લક્ષમી મળશે, માસ ૧ તથા ૩ પછી કામ થશે.
વૃશ્ચિક લગ્નમાં–હાણ થશે, નુકશાન થશે, કલેશ થશે, મંત્રીમાં વિરોધ થશે, કુટુંબમાં નુકશાની થશે.
ધન લગ્નમાં યાત્રા થશે, લાભ મળશે, ઘણે હર્ષ થશે, મિત્ર મલશે.
મકર લગ્નમાં-કાર્યની હાની થાય, શત્રુ ઉપજે, સાવચેત રહેવું.
કુંભ લગ્નમાં કાંઈક લાભ થશે, મનની ઈચ્છા પૂરી થશે, મન પ્રફુલ્લ રાખ. - મીન લગ્નમાં મન ચિંતવ્યું થશે, કુશલ છે, માસ એક પછી તારું ઘણું જ સારું થશે, ચિંતા છે તે મટશે.