________________
મંત્ર વિધિ તથા તેનું ફળ
૨૬ વાપરવી. આસન પીળા રંગનું, જમણા હાથે વચલી આંગળીને અંગુઠા વડે માળા ફેરવવી.
ઉચ્ચાટનમાં મુખ વાયવ્ય ખુણામાં રાખવું, માળા પાનાની હરિયાળા રંગની લેવી, આસન ડાભનું, મંત્ર બેથી જમણા. હાથની તર્જની આંગળીએ અંગુઠા વડે માળા ફેરવવી.
શાંતિ કાર્યોમાં વારૂણી યાને પશ્ચિમ દિશા તરફ મુખ રાખી, મોતીની અથવા સફેદ રંગની માળા અનામિકા એટલે ટચલી આંગળીની પાસેની આંગળી તથા અંગુઠા વડે ફેરવવી. આસન ડાભનું કે ધળા અંગનું રાખવું, ને સફેદ કપડાં પહેરવામાં તથા ઓઢવામાં લેવાં.
પૌષ્ટિક કાર્યમાં મૈત્રાત્ય ખુણે મુખ રાખી, ડાભના આસન. પર બેસી મતીની કે સફેદ રંગની માળા અનામિકા પ્રાંગળી ને અંગુઠા વડે ફેરવી જાપ કર વસ્ત્ર વાપરવાં.
મંત્ર સાધતાં સવા લાખ જાપ જેટલા દિવસમાં પોતાનાથી થઈ શકે તેટલા દિવસમાં પૂરા દરરોજ નિયરિત વખતે શુદ્ધતા પૂર્વક કરવાથી મંત્ર સાધ્ય થાય છે ત્યાર પછી જ્યારે જરૂર પડે ત્યારે ૧૦૮ વાર અથવા ૨૧ વાર જ્યાં જેટલા લખ્યા. હેય તેટલી વાર જપવાથી તે કાર્ય સિદ્ધ થાય છે. ખાવા-પીવામાં શુદ્ધતા રાખવી, સ્ત્રી સંગ કરવો નહીં, જમીન. પર ડાભની કે પાતળા વસ્ત્રની પથારી કરી સૂવું. શુદ્ધ આચાર-વિચાર રાખવા, મંત્ર જપવાનું સ્થાન એકાંતમાં જ શુદ્ધ ભૂમિ પર રાખવું. મંત્ર જપતાં પહેલાં રક્ષા મંત્ર જપી પિતાની રક્ષા કરવી, જેથી કઈ જાતના દેવ, દેવી, ભૂત, પ્રેત, વાઘ, સાપ, વીંછી વિગેરે ભયંકર રૂપ લઈ કરાવે નહીં. વળી તેવા