________________
જ્યોતિષ વિભાગ
૨૬૩ જે માણસ ઊંટ ઉપર ચડીને દક્ષિણ દિશામાં જાય તેનું તત્કાળ મૃત્યુ થાય. જે માણસ સ્વપ્નમાં અટ્ટહાસ્ય કરે તેના દ્રવ્યને વિનાશ થાય છે. સૂર્યોદય સમયે સ્વપ્નમાં જે માણસના જમણા પગને અંગુઠે જે શ્વેત રંગનો સર્પ ડખ મારે તે તે માણસને અકસ્માત ઘણું દ્રવ્ય મળે છે. જે માણસ સ્વપ્નમાં ગધેડે, ડુક્કર, ઊંટ અથવા પાડા ઉપર બેસી ભજન કરે તો તેનું પંદર દિવસની અંદર મૃત્યુ થાય છે. જે માણસ સ્વપ્નમાં મુશલ લઈને ખાંડવા લાગે તેનું દ્રવ્ય અને યશ બને નષ્ટ થઈ જાય છે. જે માણસ સ્વપ્નમાં હરિણ ઉપર સ્વારી કરે તેની સર્વ મિત અગ્નિથી ભસ્મ થઈ જાય છે. જે માણસ સ્વપ્નમાં પકાવેલા માંસનું ભક્ષણ કરે તેને ભયંકર વ્યાધિ ઉત્પન્ન થાય છે, જે સ્વપ્નમાં વમન થાય છે, જે માણસ સ્વપ્નમાં માથા પર છત્ર ઓઢે છે, તેની સ્ત્રીને વિનાશ થાય છે. જે માણસ સ્વપ્નમાં ગાયન કરે છે તેને પ્રભાતમાં જ રૂદન કરવું પડે છે. સ્વપ્નમાં જે રાજ્યસન પર બેસે તેને કારાગૃહનું બંધન થાય છે. જે માણસ સ્વપ્નમાં તળાવ કે નદી જુએ છે. તેને શોકાતુર થઈ વિદેશ ગમન કરવું પડે છે. જેને સ્વપ્નમાં આશન, શયન, વાહન, ઘર, ધન અને આભુષણ મળે છે તે હંમેશાં સુખી થાય છે. જે માણસ સ્વપ્નમાં શણગારેલા હાથી ઘોડા તથા બળદને જુએ તેને યશ વૃદ્ધિ પામે છે. જે માણસ સ્વપ્નમાં પતાકા, તરવાર લાકડી અથવા ભાલુ જુએ છે તેને વનવાસ સેવવો પડે છે. જે માણસ સ્વપ્નમાં મૂત્ર કે વિષ્ટા કરે છે તેને સારું ભજન પ્રાપ્ત થાય છે. જે માણસ સ્વપ્નામાં વીંછીના ડંખથી શેક કરે નહિ તેને દ્રવ્ય અને કીતિ અને પ્રાપ્ત થાય છે. જે
તેના પતિ જા
જ વિ છે