________________
૨૫૮
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, સ્વરોદય પ્રમાણે બરાબર શાસ્ત્રીય પદ્ધતિએ વર્તનારને કેઈપણ જાતના મુહુર્ત કે ચંદ્રબળ જોવાની જરૂર પડતી નથી. કારણ કે તેમની નાડી જ બધા કામમાં પ્રકાશ નાખે છે કેટલાક આચાર્યોને એ પણ મત છે કે સૂર્યનાડી ચાલતી હોય તે વખતે દક્ષિણ કે પશ્ચિમ દિશાને વિષે જવાનું થાય તે પ્રથમ ત્રણ પગલાં સુધી જમણો પગ ઊપાડી ચાલવું અને ચંદ્રનાડી ચાલતી હોય તે વખતે પૂર્વ તથા ઉત્તર દિશામાં જવાની જરૂર પડે તે ડાબા પગનાં ચાર ડગલાં પ્રથમ ઉપાડી આગળ ચાલવું.
રાત્રે ડાબી નાડી વહેતી હોય અને દિવસના ભાગમાં જમણુ નાડી ચાલતી હોય તે તે સારી, ચાલતી વખતે કઈ વાજીંત્ર વાગતું હોય અને તે વાત્રને સૂર પુરે થયે પગ ઉપાડીએ તે કામ સિદ્ધ થાય.
લેણ-દેણનો સંબંધ જેવાની રીત. * શેઠ અને નોકરના નામનો પહેલો પહેલો અક્ષર લે,
અને બને અક્ષરે જે વર્ગના હોય તે આંક માંડે. પછી બીજા અક્ષરના જે વર્ગો હેય તેની સંખ્યા એકડી કરવી, અને તેને આઠે ભાગવી, ભાગતાં જેની શેષ અધિક રહે તેનું લેણું અધિક જાણવું. બીજી રીતે આ પ્રમાણે છે–પિતાના વર્ગના બમણા કરવા તેમાં સામાના વર્ગને જોડવા, આઠે ભાગ દે અને શેષ રહે તે જુદા મુકવા એ રીતે પહેલા વર્ગને બમણા કરી પિતાનો વર્ગ મેળવે. આઠને ભાગ દે, ભાગ દેતાં જેનું અધિક રહે તેનું લેણું વધારે જાણવું. દાખલા તરીકે એકનું નામ ગુણવાન છે. અને બીજાનું નામ વિદ્યાવાન છે. એ બેમાં કેનું લેણું વધારે છે તે શેધવું હોય તે તેની રીત આ પ્રમાણે છે-ગુણવાનમાં