________________
જ્યોતિષ વિભાગ
૨૩૭ કામ કરાવે તથા અન્ન સેંઘું કરે.
ચંદ્રને શ્યામ (કાળો) વર્ણ ૫ મકર તથા કુંભ એ બે રાશિને ચંદ્ર સુદ ૧ અથવા સુદ બીજના દિવસે કાળી વાદળીમાં દેખાય તે અન્ન તથા. રસ કસ મેંઘા કરે, જીવનની હાનિ કરે, મરકી ચાલે અને. રેગથી માણસે ટપોટપ મરે.
કાર્યસિદ્ધ પ્રશ્ન જે પ્રશ્ન કરે તેને અક્ષરને બમણું કરવા તેમાં એક ઉમેરે પછી આવેલી સંખ્યાને ત્રણે ભાગે.
૧. એક શેષ રહે તે કાર્યસિદ્ધ થાય. ૨. બે શેષ રહે તે કાર્યની હાનિ થાય. ૩. ૦ શુન્ય રહે તે કાયને નાશ થાય.
મૂઠીમાં પ્રશ્ન ફળ, કઈ માણસ મૂઠીમાં ચીજ રાખી પ્રશ્ન કરે, તે પ્રશ્ન બોલનાર અક્ષરને બમણું કરવા, પછી તેને ત્રણે ભાગવા.
૧. એક શેષ રહે તે જીવ છે એમ કહેવું. ૨. બે શેષ રહે તે ધાતુ પદાર્થ છે, એમ કહેવું. ૩. શુન્ય શેષ રહે તે વનસ્પતિનું મૂળ છે એમ કહેવું.
પરદેશ ગયા સંબંધી પ્રશ્ન. પ્રશ્ન કરેલા અક્ષરેને ચાર ગણું કરે. તેને સાતે ભાગે, સુદ-૧ થી વર્તમાન તિથિ સુધી ગણે તેમાં નક્ષત્ર પહેર વાર, ગણવાં.