________________
૨૨૨
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, ૨ માર્ગશીર્ષ માસની સાખી છા માર્ગશીર્ષમાં, વળી તપે જે મુળ; બોલે ભડલી એમ જે, નીપજે અન્ન અતુલ. માર્ગશીર્ષ આઠમ ઘટા, વીજ સમેતી હોય તે શ્રાવણ વરસે ભલે, સાખ સવાઈ જય.
૩ પોષ માસની સાખી પિષ માસની સાતમે, નભે પાણી નવ હોય; તે વરસે આદ્રા સહી, જળ સ્થળ એક જ જોય. પોષ વદી જો સાતમે, આભ વીજળી છાય, શ્રાવણ શુદિ પૂર્ણિમા, નિશ્ચય વરસા થાય. પિષ વદિ દશમી દિને, વાદળ ચમકે વીજ પુનમ અમાસે શ્રાવણે, જળ વરસે ધરી ખીજ, પિોષ અમાસે મૂળથી, સારા ચારે માસ નિશ્ચય બાંધે ઝુંપડાં, વસે સુખેથી વાસ. શનિ આદિત્ય ને મંગળ, પોષ અમાસે હોય; બમણા ત્રણ ગણો, ધાન્ય મેંધા હેય, સમ શુક ને સુરગુરુ, પોષ અમાસે હોય; ઘર ઘર હાય વધામણાં, બૂરા ન માને કેય, ધનને સૂરજ હોય તવ, મૂળદિક નવ રક્ષક મેઘ સહિત જે જોઈએ, વરસા તે પ્રત્યક્ષ.
૪ માઘ માસની સાખી મહ અજવાળી બીજ દિન, વાદળ વીજળી જોય,