________________
૧૪૬ શ્રી શાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણ ત્રીજું આ જોઈ મિત્રે ખુશી થયા. પિતાના પાસા સીધા પડ્યા જાણું, નટીઓના નાચ-ગાન સાથે અનાચારમાં પિતાની સાથે કનકસેનને રક્ત બનાવ્યુંકનકસેન પત્નીને અનાદર સાથે, વારે ઘડીએ તિરસ્કાર કરતા જોઈ કડવી સાસુના કાળજામાં પહેલા કરતા પણ ચાર ગણે સત્તાને દોર વળે. નણંદ ટેમી પણ ભાભીને ભયંકર રીતે સતાવવા લાગી. સાત વરસના પુત્ર કમલના હૈયામાં પણ ઝેર રેડાવા લાગ્યું ને કમળને કહે છે કે તારી બા પાસે તું જ નહી. જે જઈશ ને! તે તું પણ એ કાલકા જે કાળો થઈ જઈશ!
જે તારી બાના કપડાં કેવાં ગંધાતા છે. તારે એને અડવું પણ નહી હે? આમ બાલકના મગજમાં નેહા માતા પ્રત્યે અભાવ પેદા કરાવવા લાગ્યું. આથી પુત્ર કમલા વાત્સલ્યપૂર્ણ માતા પાસે પણ જતો બંધ થયે. એટલું જ નહીં પણ પુત્ર વાત્સલ્યા માતા પિતાના જીવનના આધાર રૂપ એકના એક પુત્રને ભેટવા કેઈ વખતે તેની નજીક જાય તે તે દૂર ખસી જતાં બેલી ઉઠતે કે એ કાલિકા ! તું મને અડીશ નહી. “શું થું” તારા કપડાં કેવા ગંદા છે જે તે ખરી? કાલકા ભીખારણ આઘી જા તું મને અડીશ નહી, નહી તે હું પણ કાળે થઈ જઈશ. આમ બેલતે ભાગી જતો હતે.
ખરેખર મહાસતી પ્રગુણ સુંદરી પર દુઃખના ડુંગરે તુટી પડયા. પતિએ તજી, પુત્રે તજી અને સાસુ નણંદે તે દુઃખની સૂડી સજી.
પતિ પરા પુત્ર હરા, સાસુના કડવા વેણ ટોમી નણંદ ટકટક કરે, જીવવું સતીને કેમ.