________________
શ્રી શાંત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ સાતમું ૧૨૯ અને પગાર માગતાં કામમાં ભલીવાર નથી એમ કહી રવાના કરી દે છે. આવી રીતે બાર મહિના સુધી સખત મજુરી કરાવી બિચારાને કાઢી મૂકે છે અને પોતે મફતમાં બીજા માણસે પાસેથી કામ કરાવી. શ્રીમંત બને છે. હજારોની કમાણી આવા ભલા ભેળા માણસ મારફતે મેળવી લે છે. સ્વાર્થી છે આવા માણસો ગરીને સતાવવામાં લેશ માત્ર કચાશ રાખતાં નથી પર દુઃખે સુખી થનારા સ્વાથી અને માનવતા ખેાઈ બેઠેલા મોટા શહેરના અનેક મનુષ્ય જીવતા-જાગતા છે. તમારે નંબર એવાઓની ગણતરીમાં તે નથી ને ? હરદુઃખના ઘરમાં કંઈ પણ રહ્યું નથી. ઉપરથી એક મહિનાને પુરો પગાર કપાઈ ગયે. હવે તો એક મહિનો પૂરે થાય ત્યારે જ પગાર મળે તેમ છે. મહાદેવી સુશીલા પણ પતિની સેવામાં રોકાઈ જવાથી તે પણ પુરૂં કામ કરી શકી ન હતી હવે ઘરમાં એક ટંકનું પણ ખાવાનું ન હોવાથી મહાસતી સુશીલાની ચિંતાને પાર ન રહ્યો. નોકરીથી ઘેર આવતાં ભૂખ્યા-તરસ્યા મારા પતિને હું ખાવા શું આપીશ. બાળકો પણ ભૂખે ટળવળે છે. ઘણું ઘણું વિચાર કરીને અંતે એક ટંક ચાલે એટલું સાસુ પાસે લેવા માટે ગઈ. સાસુને બધી વાત કહી અને “એક ટંક ચાલે એટલું ખાવાનું આપો તે તમારી ભલાઈ.” સાસુને અતિશય દયા આવવાથી મોટી વહની બીક હોવા છતાં પાંચ રોટલા થાય એટલે બાજરીનો લેટ ઘરમાંથી લઈને નાની વહુને આપ્યો. સુશીલા મહાસતી ઘેર જઈ રોટલા કરવા બેઠી. ચાર જેટલા ઉતર્યા અને પાંચમ ૨ટલે તાવડીમાં નાખે છે ત્યાં તેણીને જેઠ ગાળાનો વરસાદ વર્ષાવતે, કેધથી ધમધમતે ઘરમાં પેઠો, અને બેલ્યો કે હે પાપિણી? ઘરમાંથી કાઢી મુક્યા તે પણ અમારે છાલ છેડતી નથી. છાનીમાની સાસુ પાસેથી રાજ કંઈને કંઈ લઈ જાય