________________
૧૨૨ શ્રી શાંત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ પાંચમું બિચારી સવારે ચાર વાગ્યે ઉઠતી, ત્યારથી માંડીને આ દિવસ ઢસરડા કરી રાત્રે અગીયાર વાગે સૂવા પામતી. ગમે તેટલી થાકેલી હોય છે, શરીરમાં દર્દ થતું હોય તે પણ શેઠાણીની સામે એક અક્ષર પણ ઉચ્ચારતી નહીં. કેઈક વાર પોતાની નિર્દોષતા જણાવવા કંઈ બેલે તે જેઠાણી વેલણ લઈને મારવા ઉઠતી. હરસુખ કે કનકલતાને જો કઈ પડેશી કહેવા જાય તો તેને કુતરાની જેમ બટકા ભરતાં.
શેરી પરશેરીની જેમ, નાના મોટા નવ ગણતાં; જેને જ્યાં દેખે ત્યાં, ઝેરી બટકા ભરતા. (૧) કુટુંબ કબીલા સાથે રગડે, નાત જાતમાં પણ ઝગડે કારેલાની કડવાસ ભરી જ્યાં, કહે ખાંતિશ્રી
જીવન એનું બગડે (૨) મેટા પુત્ર અને તેની વહુના સીતમ અત્યાચારથી ત્રાસી ગયેલા બિચારા કમળ સમ કમલ હૃદયવાળા સાસુ હીરા શેઠાણું બે આંસુએ રડતાં, એમનાથી નાની વહુનું દુઃખ જોયું જતું ન હતું. એના માટે જે એક અક્ષર પણ બેલે તે બિચારાના બાર વાગી જતાં, અને ન. સાંભળવાનું પણ એમને સંભળાવતાં.
એક દિવસની વાત છે. જેઠાણ બહાર ગઈ હતી પુત્રને નિશાળે જવાનું હોવાથી મોડું થતું હતું એટલે સુશીલાએ પિતાના પુત્ર દલસુખને દૂધને ખ્યાલ પીવા માટે આપે. બાળક જે પ્યાલે હાથમાં લઈ પીવા જાય છે ત્યાં કનકલત્તા બહારથી આવીને છેકરાને દૂધ પીતે જોઈ એકદમ કેધથી ધમધમી ઉડી અને બાળકના ગાલ ઉપર જોરથી એક