________________
શ્રી ક્ષાત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ બીજું ૧૧૫
જે કે વહુના વસુંધા? એ કથનની સત્યતા કેટલાક ભાગ્યવાનના હૈયા અને હાથમાં દેખાય છે. પણ પ્રમાણ ઘણું અલ્પ ગણાય. વિરા જરા સમજે.! તમારા ભૂખે મરતાં ભાઈ–બહેનને સાચા ઉદાર દીલથી એગ્ય મદદ આપી પડતને ઉભા કરે, પડતાને પાટું ન મારે. સમાજ સેવાને બહાને સમાજ પાસેથી ધન લુંટી ઘર ભરનારા ભાગ્યવાન ! શું તમને એમ નથી લાગતું કે આ અણઘટતું છે? આ રીતે છડેચેક સમાજનો દ્રોહ કરાઈ રહ્યો છે.
કળિયુગના છે દેવ, મુખમાં ભાષા ઉચી,
ખાંતિશ્રી સમજ્યા કંઈ, નજર રાખે નીચી. ૧
બંધુઓ! ભૂખ્યાને અન્ન, નગ્નને વસ્ત્ર, અને રોજગાર વગરનાને રોજગાર આપી સાચી સમાજ સેવા બજાવી ધન્ય બને એવી શુભેચ્છા !
હસમુખ શેઠ અને હીરા શેઠાણીનું ગ્રહ જીવન ખરેખર મંત્રીશ્વર તેજપાલ અને અનુપમા દેવીની ઝાંખી કરાવે તેવું હતું. તે દંપતિને કમાનુસાર સંસારમાં સુખના ફળરૂપ બે પુત્ર–રત્ન પ્રાપ્ત થયાં. મેટાનું નામ હરસુખ અને નાનાનું નામ હરદુઃખ. માતા – પિતાના હેતાળ હૈયે વૃદ્ધિ પામતા વિદ્યા ગ્રહણ કરવા માટે તેમને એક ગામઠી શાળામાં દાખલ કરવામાં આવ્યા.