________________
શ્રી શાંત્યાનંદ પુષ્ટ વાટિકા, પ્રકરણ બીજું ૧૧૩ સરતા જલ પ્રવાહની જેમ સુંદરપુર ગામના વતનીઓના દિવસે પ્રવાહના વહેણમાં વહી રહ્યાં હતાં.
પ્રકરણ બીજુ
ધન્ય જીવન એ સુંદરપુર ગામમાં શ્રીમંત હસમુખ નામે શેઠ રહેતા હતાં. તે સદા કાળે હસમુખા જ રહેતા, દયાળુ પણ એવા કે કેઈને દુઃખી જોઈને રડી પડતા અને તેનું દુઃખ દુર કર્યા વિના પાણી પણ પીતા નહિ. પારકાના દુઃખને અનુભવ કરવા માટે પિતે શિયાળામાં ઝીણું કપડાં અને ઉનાળામાં જાડાં કપડાં પહેરી બહાર ફરતા હતાં. તેથી ઠંડી અને તાપના દુઃખને, સાધન વિનાના માણસે કેવા ભેગવતા હશે, તેનું એ શેઠને ભાન થતું હતું. જેથી સાધન વિહોણા માણસને શોધી શેધી જેને જેની જરૂરિઆત હોય તેઓને તે આપી તેઓના દુઃખ દૂર કરી દુઃખીઓના સાચા બેલી બનતા હતાં.
છતાં ગ્રામ્ય-વાસીઓને શેઠ કેટલું આપે છે તેની ગંધ સરખી પણ આવતી નહીં. આવા તે એ ગુપ્ત દાનેશ્વરી હતાં. પોતે લક્ષાધિપતિ હોવાં છતાં તેમના હૈયામાં ધનને ઉન્માદ ન હતા, કીર્તિની લાલસા ન હતી. હું કંઈક છું એવી ખુમારી ન હતી. જે કોઈ પોપકારનાં કાર્યો કરતાં તે પિતાની ફરજ સમજીને જ કરતાં. ન્યાત-જાતને ભેદભાવ તેમનાં અંતરે ઉગ્યો જ ન હતા. હીરા શેઠાણું પણ એવા જ દયાળુ હતા. ઘેર ભેંશ રાખતા હતા. જે છાશ લેવા