________________
પ્રકરણ ૧૪ મું સતી ગુણમંજરી પર શાસન દેવે કરેલી પુષ્પવૃષ્ટિ
વરસેન રાજા હજુ કાંઈક આગળ બેસે છે તેટલામાં સતી ગુણમંજરીના શીયલને પ્રભાવ કરતા આકાશમાંથી શાસન દેવે ગુણમંજરી ઉપર કુલ વૃષ્ટિ કરીને “સતી જય પામે, જય પામો.” એ પ્રમાણે સ્તુતિ કરી દેવ પિતાને સ્થાને ગયે. આથી મહાસતી ગુણમંજરીને સુશય ચારે દિશામાં ફેલાયો અને સતીના ગુણગાન થવા લાગ્યાં.
હવે નિષ્કટક રાજ્યને પાળતે વીરસેન રાજા બને સ્ત્રીઓને સાથે સુખપૂર્વક રહેવા લાગ્યા. સતી ગુણમંજરીને દેવવિમાનથી સૂચિત દેવસેન નામે પુત્ર થયે, અને રતિસુંદરીને ચંદ્રસ્વપ્નથી સૂચિત ચંદ્રસેન નામે પુત્ર થયે. પાંચ ધાવમાતાથી લાલન-પાલન કરાતા તે બંને કુમારે બીજના ચદ્રની પેઠે વૃદ્ધિ પામવા લાગ્યા અનુક્રમે બહોતેર કળાઓમાં પારંગત થઈ ચૌવન અવસ્થાને પામ્યા. દેવસેનને ઉત્તમ કુળની અને સારું શિક્ષણ પામેલી પ્રિયમંજરી સાથે અને ચંદ્રસેનને ચંદ્રાવતી સાથે પરણાવ્યા. તે બંને કુમારોને રાજ્યધુરા વહન કરવામાં સમર્થ જાણું વીરસેન રાજાએ મેટા દેવસેન કુમારને રાજ્યસન પર સ્થાપિત કર્યો. અને ચંદ્રસેનકુમારને યુવરાજ પદે સ્થાપી પિતે સર્વ ઉપાધિઓથી મુક્ત થઈ બને મહારાણીઓ સાથે વિશેષ પ્રકારે ધર્મ ધ્યાનમાં જોડાયે.
કેટલેક કાળ વીત્યા બાદ પૂર્ણ ચંદ્ર નામના સૂરીશ્વર ગુરુ મહારાજ સુરપુર નગરમાં પધાર્યા. વન પાલકે આવી