________________
ચાતુર્માસને લાભ શ્રી સંઘને મળે છે. ગત સાલે (વિ. સં. ૨૦૪૮) અમને શ્રી પાર્શ્વચન્દ્ર ગચ્છ નાયક પૂ. મુનિરાજ શ્રી રામચંદ્રજી મ. સા.ના આજ્ઞાનુવતિની શાસન પ્રભાવિકા વિદુષી પૂ. પ્રવતિની સા. શ્રી ખાંતિશ્રીજી મ. સા. ના શિષ્યા વાત્સલ્યમૂર્તિ પૂ. સા. શ્રી કારશ્રીજી મ. સા., પૂ. સા. શ્રી. પુનિતકલાશ્રી મ, પૂ. સા. શ્રી ભવ્યાનંદશ્રીજી મ, પૂ. સા. શ્રી મોક્ષાનંદશ્રીજી મ., પૂ. સા. શ્રી સંયમરસાશ્રીજી મ, પૂ સા. શ્રી શાસનરસાશ્રીજી મ., પૂ. સા. શ્રી સિદ્ધાંતરસાશ્રીજી મ., પૂ. સા. શ્રી ચન્દ્રકલાશ્રીજી મ. આદિ ઠા. ૮નું આરાધના પૂર્ણ ચાતુર્માસ મળ્યું. જે ચાતુર્માસ એગશાસ્ત્ર ઉપર ચાલતા દૈનિક પ્રવચનો, દર શનિવારે મહિલા શિબિર, દર રવિવારે બાળકની શિબિર, શ્રી શત્રુંજય તપ, દીપક વ્રત, સમુહ આયંબીલ – નવી તપ અભિગ્રહ અઠ્ઠમ તપ, વર્ધમાન તપને પાયે, છઠ્ઠ તપ, આદિ વિવિધ તપસ્યા તેમજ વિદુષી પૂ. પ્રવતિની સા. શ્રી ખાંતિશ્રીજી મ. સા. ની. પુણ્ય તિથિની ધામધૂમ પૂર્વક ઉજવણી, પૂ સા. શ્રી સિદ્ધાંતરસાશ્રીજી મ. સા.ના માસક્ષમણ તપ નિમિત્તે શ્રી પંચાહિનકા મહોત્સવ, શ્રી મરૂદેવા માતાનો થાળ, રાજા કુમારપાળની આરતી, સરસ્વતી સાધના આદિ અનુષ્ઠાને તથા નંદાવર્ત સ્પર્ધા, સ્વસ્તિક હરીફાઈ, આરતી સ્પર્ધા, “મ' ના પેપર પરીક્ષા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, આદિ વિવિધ હરીફાઈઓ વિગેરે અનેકવિધ આરાધનાઓથી ચેમ્બરના. ઈતિહાસમાં યાદગાર બન્યું જેની સ્મૃતિરૂપે અમે આ. પુસ્તકમાં ચગદાન આપી અત્યંત આનંદ અનુભવીએ છીએ.
લી. ટ્રસ્ટી ગણ