________________
[૧૬] તથા સિંહને ભય ઊભું થવાના પ્રસંગે રક્ષા થાય છે. ૫૦
(આ મંત્રનું સમરણ કરવાથી) રાજ્યભ્રષ્ટ થયેલ પોતાના રાજ્યને, પદભ્રષ્ટ થયેલ પોતાના પદને, અને ધન રહિત થયેલ ધનને પુનઃ પ્રાપ્ત કરે છે તે અંગે કઈ જ શંકા નથી. પ૧
આ મંત્રના સમરણ માત્રથી સ્ત્રીની ઈચ્છાવાળાને સ્ત્રી, પુત્રની કામનાવાળાને પુત્ર અને ધનની ઈચ્છાવાળાને ધન મળે છે. પર
આ મંત્રના યંત્રને સોનાના, ચાંદીના કે કાંસાના પતરા પર લખીને જે માણસ ઘરમાં રાખીને તેનું પૂજન કરે છે, તેના ઘરમાં હંમેશા આઠે મહા સિદ્ધિઓ નિવાસ કરે છે. ૫૩
આ મંત્રને અષ્ટગંધથી કાગળમાં (ભોજપત્ર) લખીને માદળિયામાં બાંધીને ગળે પહેરવાથી, મસ્તકે રાખવાથી કે બાવડા પર નિરંતર બાંધી રાખવાથી તમામ પ્રકારના ભય દૂર થાય છે. ૫૪
[ આ પ્રમાણે મંટ બાંધી રાખનાર] ભૂત, પ્રેત,નવગ્રહ યક્ષ, પિશાચ, મુદ્દગલ, રાક્ષસ તેમજ વાર-પિત્ત-કફજન્ય રોગોના ઉપદ્રવોથી મુક્ત થાય છે. તેમાં લેશ માત્ર શંકા નથી. ૫૧
ત્રણેય લોક-પાતાળલોક, મનુષ્યલોક અને દેવલોકમાં રહેલા શાશ્વત જિનેશ્વરના દર્શન, વંદન અને સ્તવના કરવાથી જે ફળ મળે છે, તેટલું ફળ આ સ્તોત્રના સ્મરણ કરવાથી મળે છે. પદ