________________
[૧૯૫] અરિહંત ભગવાન શરીરની અપેક્ષાએ “સાકાર” છે, સિદ્ધોની અપેક્ષાએ “નિરાકાર” છે. જ્ઞાન રસથી “સ–રસ” છે, સરસ હોવા છતાંય રસાદિ વિષયોથી “વિ–રસ” છે. ઉત્કૃષ્ટ છે. ઉત્કૃષ્ટમાં પણ સર્વોત્કૃષ્ટ છે. ૧૬
અરિહંત ભગવાન શરીરની અપેક્ષાએ “સકલ' અને સિદ્ધાની અપેક્ષાએ “નિષ્કલ” છે. તુષ્ટિદાતા છે. ભવભ્રમશુથી રહિત અને કમરૂપી અંજનથી મુક્ત છે. નિષ્કામ છે. નિપ અને નિઃશંસય છે. ૧૭
અરિહંત ભગવાન ધર્મ દેશના દેતા હેવાથી ઈશ્વર છે. બ્રહ્મરૂપ છે, બુદ્ધ છે, અઢાર દેષથી રહિત હોવાથી શુદ્ધ છે. પુનઃ સંસારમાં આવવાના ન હોવાથી ક્ષણભંગુર રહિત છે. જ્યોતિ સ્વરૂપ છે, દેવ-દાનવોને પણ પૂજ્ય હેવાથી મહાદેવ છે. લોકાલોક-સર્વલોકના જ્ઞાનને પ્રકાશ કરનાર છે. ૧૮ - અહંતને વાચક સવર્ણત-“હ” કાર, રેફ અને બિંદુથી સુશોભિત તેમજ ચેથા સ્વર “ઈ? કારથી યુક્ત હેવાથી - હું બીજવણું છે. આ હ્રીં બીજવર્ણનું ખૂબ જ ધ્યાન ધરવું જોઈએ. ૧૯
આ બીજાક્ષર એક (સફેદ) રંગવાળે, બીજા (શ્યામ) રંગવાળો, ત્રીજા (લાલ) રંગવાળો, ચોથા (લીલા-નીલ) રંગવાળે અને પાંચમા (પીળા) રંગવાળે પણ છે. તેમજ તે “હું” કાર પણ ખૂબ જ ઉત્કૃષ્ટ છે. ૨૦
આ બીજાક્ષરમાં ભગવાન શ્રી ઋષભદેવ આદિ ચાવશે