________________
[૧૫૭] દિવસ છે. (આજનો દિવસ ધન્ય છે) કેવળજ્ઞાનવડે સવને. જાણનારા, કેવળદર્શનવડે સર્વને જોનારા-ત્રણ લોકના સ્વામી. ત્રણ લેક વડે પુષ્પાદિકથી પૂજાયેલા ત્રણ લેકના પૂજ્ય (પૂજવા યોગ્ય) ત્રણ-લોકના ઈશ્વર અને ત્રણ લોકને અજ્ઞાનરૂપ. અંધકારનો નાશ કરવા વડે પ્રકાશ કરનારા એવા ઐશ્વર્યાદિ યુક્ત (ચોવીશ) તીર્થકરો અત્યંત સંતુષ્ટ થાઓ, સંતુષ્ટ થાઓ. ૭.
» ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન – સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમળનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લીનાથ, મુનિસુવ્રતસ્વામી, નમીનાથ, નેમીનાથ, પાર્શ્વનાથ, અને વર્ધમાન સ્વામી પર્યત (એ ચોવીય જિનેન્દ્રો ) ૮
ઉપશાંત થયેલા એ પર્યત (વીશ) જિનેશ્વરો, કષાયદયના ઉપશમરૂપ શાંતિને કરનારા થાઓ, સ્વાહા. વળી મુનિઓમાં શ્રેષ્ઠ મુનિઓ (તત્વજ્ઞ) શત્રુએ કરેલ પરાભવ, દુષ્કાળ અને મહા અટવીને વિષે તથા વિકટ માર્ગોને વિષે. તમને નિરંતર રક્ષણ કરે. સ્વાહા. ૯
% (પ્રણવબીજ) હી (માયાબીજ-વશકરનાર) અને શ્રી-(લક્ષ્મીબીજ–લક્ષ્મીનું કારણ) પૂર્વક સંતેષ, મતિ (દીર્ઘદ્રષ્ટિ) યશ, શોભા, બુદ્ધિ, વિદ્યાનું સાધન, નગરાદિ પ્રવેશ અને નિવાસ-સ્થાનને વિષે રૂડે ગ્રહણ કરાયા છે નામ. જેનાં એવા તે જિનેશ્વરે જવવંતા વર્તા-સાનિધ્ય કરવાવાળા. થાઓ. ૧૦