________________
[૧૪] લોકે! તમે આળસને ત્યાગ કરીને અહીં આવીને મોક્ષનગરી પ્રત્યે સાર્થવાહ તુલ્ય આ પાર્શ્વનાથ પ્રભુને ભજે ! અર્થાત્ દેવદુંદુભિ ઉદ્ઘાષણ કરીને સૂચવે છે કે હે લોકો: પ્રમાદ દૂર કરીને આ મોક્ષદાયક પ્રભુને ભજે. ૨૫
હે નાથ ! તમારા વડે ત્રણ ભુવન પ્રકાશિત થયે છતે તારામંડળ સહિત એ આ ચંદ્રમાં વિશેષે હણાયો છે અધિકાર (જગતને વિષે પ્રકાશ કરવા રૂ૫), જેને એ છતે, મેતીના સમૂહ વડે સહિત અને ઉલસિત ત્રણ છત્રના મિષથી ત્રણ પ્રકારે ધારણ કર્યું છે શરીર જેણે એ તમારી પાસે સેવા કરવા આવેલો છે. અર્થાત્ જગતને તમે પ્રકાશિત કર્યું તેથી ચંદ્રમાને પ્રકાશ કરવાનો અધિકાર રહ્યો નહિ માટે ત્રણ છત્રના મિષથી તે તમારી સેવા કરવા આવ્યો હોય તેમ જણાય છે. ૨૬
હે ભગવન્! પ્રકષે કરીને પ્રેર્યું છે ત્રણ જગત જેણે તેથી એકત્ર થયેલા એવા પોતાના કાન્તિ, પ્રતાપ અને યશના સમૂહ વડે કરીને જાણે હોય! તેમ ચારે તરફ નીલરત્ન, સુવર્ણ અને રૂપા વડે પ્રકર્ષે નિર્માણ થયેલા (રચાયેલા) એવા ત્રણ ગઢ વડે તમે વિશેષ શેભે છે. અર્થાત્ તમારા કાતિ, પ્રતાપ અને યશવડે ત્રણ જગત પૂરાઈ ગયું તેથી બીજું સ્થાન ન હોવાથી તેઓ ત્રણ ગઢ રૂપે એકત્ર થઈને રહેલા છે. ૨૭ - હે જિનેશ્વર ! મનહર પુષ્પની માળાઓ, નમસ્કાર