SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩૭] પ્રલયકાળના પવન વડે ઉદ્ધત થયેલ (પ્રેરાયેલ), અગ્નિ સદશ, જાજ્વલ્યમાન, ઉજજવળ, ઊંચે ગયેલા છે તણખાં જેને એવો અને જગતને ગળી જવાને જાણે ઈચ્છતા હોય તેમ સન્મુખ આવતે એ સમસ્ત જે દાવાનળ તેને તમારા નામના કીર્તનરૂપ જળ શાન્ત કરે છે, અર્થાત્ તમારા નામરૂપ કીર્તન જળથી શાંતિને પામે છે, સમાઈ જાય છે. ૩૬ હે ભગવંત! તમારા નામરૂપ નાગદમની જે પુરુષના હદયને વિષે વતે છે તે પુરુષ, લાલ નેત્રવાળા, મદન્મત, કેલ કંઠ સરખા શ્યામવર્ણવાળા, ક્રોધવડે ઊંચી કરી છે ફણા જેણે એવા અને કરડવાને સન્મુખ આવતા એવા સર્પને નાશ થયે છે ભય જેને એ છત (પિતાના ) ચરણ યુગલવડે ઉલ્લંઘન કરે છે. અર્થાત જે પુરુષના હૃદયમાં તમારા નામરૂપ મંત્ર છે તે પુરુષ નિર્ભયપણે ઉગ્ર સપને પિતાના પગ વડે કરીને દેરડીની માફક સ્પર્શ કરે છે. ૩૭ સંગ્રામને વિષે યુદ્ધ કરતાં ઘડા અને હાથીઓની ગજેના વડે ભયંકર છે શબ્દો જેને વિષે એવું અતિશય બલવાન રાજાઓનું સૈન્ય પણ તમારા કર્તન થકી, ઉદય પામેલા સૂર્યના કિરણની શિખાઓવડે ભેદાયેલું અંધકાર હોય તેની પેઠે શીધ્ર નાશને અર્થાત્ સૂર્યના કિરણથી જેમ અંધકાર નાશ પામે છે, તેમ તમારા નામ સ્મરણથી અતિશય બલવાન રાજાનું સિત્ય પણ ભાગી જાય છે. ૩૮ ભાલાની અણઆવડે ભેદાયેલા હસ્તિના રૂધિરરૂપ જળ પ્રવાહને વિષે ઉતાવળે પ્રવેશ થવા થકી તેને તરવાને આતુર
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy