________________
[૧૨૧] એવા ઋષિ સમુદાયવડે રૂડે પ્રકારે સ્તુતિ કરાયેલા નિશ્ચળ, ઈદ્ર, કુબેર, (ઉપલક્ષણથી ચારે લોકપાલ) અને ચક્રવતી આદિ વડે ઘણીવાર વચનવડે રસ્તુતિ કરાયેલા, પ્રામાદિ વડે નમન કરાયેલા અને પુષ્પાદિ વડે પૂજાયેલા, તપ વડે તત્કાળ ઉદય પામેલ શરદ ઋતુના સૂર્ય કરતાં અત્યંત અધિક શોભનિક કાંતિવાળા, આકાશને વિષે વિચારવા વડે એકઠા થયેલા ચારણ મુનિઓ (જંઘાચારણ અને વિદ્યાચરણ) ના મસ્તક વડે વંદાયેલા, અસુરકુમાર, સુવર્ણકુમાર વગેરે ભવનવાસી દે વડે નમસ્કાર કરાયેલા, કિન્નર અને મહારગ વગેરે -વ્યંતર દેવે વડે નમસ્કાર કરાયેલા, સેંકડો કાટી વૈમાનિક દેવ વડે સ્તુતિ કરાયેલા, શ્રમણ વડે સમસ્ત પ્રકારે વંદાયેલા, ભયરહિત, પાપરહિત, આસક્તિરહિત, રોગરહિત અને (બાહ્ય અને અત્યંતર શત્રુ વડે ) અજિત એવા અજિતનાથને આદરવડે હું પ્રણામ કરું છું. ૧૯-૨૦-૨૧ - શ્રેષ્ઠ વિમાન, મનોહર સુવર્ણમય રથ અને અશ્વના સેંકડો સમૂહવડે કરી શીધ્ર આવેલા, ઉતાવળે આકાશમાંથી ઉતરવા વડે સુભિત ચિત્તવાળા થયે છતે ડેલતા ચંચળ કુંડળ, બાજુબંધ અને મુકુટ, તથા શેભતી છે મસ્તકની માળા જેમની એવા, વળી સુર અસુરના સમૂહે કરી સહિત, વિરરહિત, ભક્તિએ કરી સહિત, ( અથવા ભક્તિને વિષે સારી રીતે પ્રરાયેલા ) આદરવડે શાભિત–ઉતાવળે એકત્ર થયેલ અને અતિશય વિસિયત થયેલા છે સવ જાતના જુથ (સૈન્ય) સમૂહ જેમના એવા, શ્રેષ્ઠ સુવર્ણ અને રત્ન વડે