________________
[૧૧૯] રાશી લાખ રથના સ્વામી અને છનું ક્રોડ ગામના સ્વામી એવા જે ભગવાન ભરતક્ષેત્રમાં હતા એવા તે ઉપશમરૂપ શાંતિને કરનારા (મોક્ષને આપનાર), રૂડે પ્રકારે તર્યા છે સવ ભય (મૃત્યુ) થકી એવા શાંતિનાથ જિનને (મનેપોતાને) શાંતિ કરવાને માટે હું સ્તવું છુ. ૧૧-૧ર
હે ઈવાકુ વંશમાં ઉત્પન્ન થયેલા, હે વિદેહ દેશના રાજા, હે મનુષ્યમાં શ્રેષ્ઠ, હે મુનિઓમાં શ્રેષ્ઠ, હે ઉદય પામેલા શરદ ઋતુના ચંદ્ર જેવા શોભાયમાન મુખવાળા, હે ગયું છે અજ્ઞાન જેના થકી એવા, હે ટાળ્યા છે (નવા બંધાતા અને બાંધેલા) કમરૂ૫ રજ જેણે એવા, હે ગુણોવડે ઉત્તમ તેજવાળા, હે મોટા મુનિઓવડે માપી (જાણું) શકાય નહિ એવું છે સામર્થ્ય જેમનું એવા, હે વિસ્તીર્ણ કુળ (વંશ) વાળા, હે ભવભયને તોડનારા, શરણભૂત જગતના અને મારા એવા હે અજિતનાથ ! તમને મારો નમસ્કાર છે. ૧૩
હે સુર અસુરના ઈન્દ્ર, ચંદ્ર અને સૂર્યને વંદન કરવા રોગ્ય, હે આરોગ્યવંત, પ્રીતિવંત, પ્રશસ્ય અને અત્યંત કાંતિયુક્ત રૂપવાળા, હે ધમેલ રૂપાની પાટી જેવા શ્વેત, નિર્મળ, સિનગ્ધ અને ઉજજવળ છે દાંતની પંક્તિ જેમની સેવા, હે શક્તિ, કીર્તિ, નિર્લોભતા, યુક્તિ (ન્યાય યુક્ત વચન) અને ગુપ્તિ (મન, વચન અને કાયાને નિયમમાં રાખવા) વડે શ્રેષ્ઠ, હે દેદીપ્યમાન તેજ સમૂહવાળા, હે ધ્યાન કરવા ગ્ય, હે સર્વ લોકોએ જાણ્યું છે. પ્રભાવ