________________
તિજયપહુર ૪ ભાવાનુવાદ
ત્રણ ભુવનની ઠકુરાઈને પ્રગટ કરનારા, આઠ પ્રાતિહાર્ય- યુક્ત અને સમયક્ષેત્ર ( અઢીદ્વિપ) માં વર્તતા જિનેન્દ્રોના વૃંદા (યંત્ર)નું હું સમરણ કરું છું. ૧
પચ્ચીશ, એંશી, પંદર અને પચાશ (૧૭૦) તીર્થકરને સમુદાય ભક્તિવાન ભવ્યજનેનાં બધાં પાપને નાશ કરે, ૨.
વીશ, પીસ્તાલીશ. વળી ત્રીશ અને પંચોતેર ( ૧૭૦ ) જિનેશ્વરે ગ્રહ, ભૂત, રાક્ષસ અને શાકિનીથી ઉત્પન્ન થયેલ ઘર ઉપસર્ગનો પ્રક કરી નાશ કરે. ૩
સિત્તેર, પાંત્રીશ, સાડ અને પાંચ એમ (૧૦૦) જિનને સમુદાય વ્યાધિ, પાણી, અગ્નિ, વાઘ, હાથી, ચોર અને - શત્રુના મોટા ભયને હરે. ૪
પંચાવન, દશ પાંસઠ, તેમજ ચાળીશ (૧૭૦), એ દેવ દાનવથી નમસ્કાર કરાયેલા અને સિદ્ધ થયેલા એવા જિને મારા શરીરનું રક્ષણ કરે. ૫
ઓ હરહુહઃ સરસ્સઃ હરહુંહઃ તેમજ સરસ્સઃ એ -મંત્ર બીજાક્ષરાએ સહિત સાધક પુરુષનું નામ જેના મધ્યમાં છે એ સર્વતોભદ્ર યંત્ર કહેવાય. ૬
» મંત્રયુક્ત રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજાશંખલા જાંકુશી,