________________
૩)
અમારા ઉદ્ધાર કરનાર છે, તેથી હું રાજેંદ્ર ! શ્રેષ્ઠ બુદ્ધિવાળા આપ યાગ્ય-અયેાગ્યના વિચાર કરી, અમારા દુ:ખને નાશ કરા; કેમકે આ વિશ્વને વિષે રાજા જ શરણભૂત છે. ’ આ પ્રમાણે પ્રજાનો મેાટે આક્ર ંદ સાંભળી રાજાએ તેમને શાંતિના વચનોવડે શાંત કરી તે સર્વને રજા આપી. ત્યારપછી રાજાએ ભીમસેનકુમારને પેાતાની પાસે લાવી નીતિના વચનોવડે તેને શિખામણ આપી કે “ હે વત્સ ! લેાકેાની આરાધના કરીને (તેમને રાજી રાખીને ) જગતમાં દુર્લભ એવી મોટી કીર્તિને મેળવ, પરસ્ત્રી અને પરધનના હરણનો સર્વદા ત્યાગ કર, પૂજ્ય વડીલેાનો અને જિનેશ્વરની ઉત્તમ ભક્તિ કર, મંત્રીઓએ કહેલા વચનો માન્ય કર, ન્યાયનો સ્વીકાર કર અને અનીતિનો ત્યાગ કર; કેમકે આ સર્વે રાજાના ધર્મ છે. વળી હે મુદ્ધિના નિધાન કુમાર ! આ પૃથ્વીપીઠ ઉપર સારા વચનરૂપી અમૃતરસને છાંટવાવડે મોટી પ્રતિષ્ઠા મેળવીને તારે સદા ધર્મમાર્ગમાં ચાલવું, સાતે વ્યસનોનો ત્યાગ કરવા અને નિર્મળ બુદ્ધિ ધારણ કરવી; કારણ કે આ રીતે કરવાથી પ્રાણીઓને અનુક્રમે ધન, કીર્તિ અને દિવ્ય વૈભવ પ્રગટ ( પ્રાપ્ત ) થાય છે. ” આ પ્રમાણે ( ) રાજા તે કુમારને હંમેશાં ઉપદેશ આપતા હતા, તેા પણ જેમ સર્પ અમૃતપાન કર્યો છતાં પણ વિષનો ત્યાગ કરતો નથી તેમ તે કુમારે પેાતાની દુષ્ટતા છેડી નહીં. રાજાએ તે ભીમકુમારને ઘણે પ્રકારે શિખામણ આપી તો પણ તે તેને વિનયવાન કરી શમ્યા નહીં, તેથી છેવટ રાજાએ કામળ શરીરવાળા પણ તેને ખંદીખાનામાં નાખ્યા.
તે દુષ્ટ આશયવાળા ભીમ કેટલેાક કાળ કેદખાનામાં રહીને અહાર નીકળ્યા પછી પાતાના મિત્રોની સહાયી દુરાચારને સેવવા લાગ્યા. મનમાં અતિ ક્રોધ પામેલા અને ક્રૂર જનોમાં મુગઢ