________________
(૨૮) અંતર્ધાન થઈ ગઈ. કંદૂરાજા વિચારે છે કે-“હજુ મારૂ ભાગ્ય જાગતું છે કે મારી ગોત્રદેવીએ હિતબુદ્ધિથી મને દર્શન દીધું. હવે હું પ્રમાદરહિત થઈ એવો ઉદ્યમ કરું કે જેથી થોડા જ વખતમાં ધર્મને યોગ્ય થઈ આત્મહિત સાધી શાકું.” એમ વિચારી પ્રભાતે તે ત્યાંથી કઈ દિશા તરફ ચાલી નીકવ્યો. પ્રસન્ન ચિત્ત થવાથી તે દુઃખ ભૂલી ગયો. પછી તે કલાકગિરિ ઉપર આવી રાત્રિ વાસ રહ્યો. પાછલે પ્રહરે કઈક વેરી યક્ષે પ્રગટ થઈ ક્રોધયુક્ત વચનથી કહ્યું કે-“હે દુષ્ટ ! તે પૂર્વે મને મારી મહારી સ્ત્રીનું હરણ ક્યું હતું તે તને સાંભરે છે? હવે તારું મરણ નજદીક આવ્યું છે, માટે તારા ઈષ્ટનું સ્મરણ કર.” એમ કહી તેણે તેની બહુ રીતે કર્થના કરી. છેવટે તેને કઈ એક ગુફામાં જીવતો મૂકીને યક્ષ અંતધાન થઈ ગયો. આ વખતે તે રાજા પોતે પૂર્વે કરેલાં અન્યાયાચરણને સંભારી સંભારી મનમાં ચિંતવે છે કે-“આ દુ:ખ તો દુષ્કૃત્યનાં પ્રત્યક્ષ ફળરૂપ છે, પણ હું શું જાણું કે તેના કેવાં કટુ ફળ આગળ જોગવવાં પડશે ?”
એવી રીતે પિતાનાં દુષ્કૃત્યોની નિંદા કરતો તે પાપના ક્ષય માટે અહીંતહીં ભમવા લાગ્યો. એવામાં તેની ગોત્રદેવી અ બિકા પ્રગટ થઈ બેલી કે-“હે વત્સ! હવે જ્યાં ત્યાં ફરવાની તારે જરૂર નથી. ફક્ત શત્રુંજયગિરિનું જ તું સેવન કર. તેં પૂવે એવાં દુષ્કૃત્યો ક્યાં છે કે તે ગિરિરાજનું સેવન કરવાથી જ સર્વ પાપનો ક્ષય થઈ શકશે, તે વગર તેને ક્ષય થઈ શકશે નહિ.” એવી રીતે ત્રદેવીએ કહેલાં હિતકારી વચને સાંભળી અને તેનાં જ મુખે તે ગિરિરાજને પ્રઢ મહિમા શ્રવણ કરી, અતિ ઉત્સાહપૂર્વક તે તીર્થરાજ તરફ ચાલી નીકળ્યો અને તેના દર્શન થાય ત્યાંસુધી તેણે ખાનપાનને ત્યાગ કર્યો. અનુક્રમે ગિરિરાજનાં અને એક શાંત મુનિના તેને દર્શન થયાં.