________________
( ૧૯ )
ચાભાગ્ય, નિરાગતા, લક્ષ્મી, અદ્ભુત સુખ, મનેાહર સ્ત્રી, વિદ્યા, લાંબુ આયુષ્ય, લાકામાં પૂન્યતા, નિર્મળ યશ, હાથી ઘોડાના સમૂહ તથા દેવેદ્ર અને ચક્રવત્તીના વૈભવ આ સર્વ મનુષ્યાને ધર્મ થી જ નિરંતર પ્રાપ્ત થાય છે. આથી કરીને તમે અને અજ્ઞાનમૃત્યુના ત્યાગ કરી ધર્મ ના આરાધનમાટે સર્વ પ્રકારની સિદ્ધિને આપનાર અને તપસ્વીઓના સમૂહથી સેવાતા એવા ઉજ્જયગિરિ ઉપર જાઓ.”
આ પ્રમાણે મુનિનુ વચન સાંભળીને ભીમરાજાએ પૂછ્યુ કે—“ હું તપના નિધાન ! આવુ દુ:ખ મને શાથી (કયા કર્મ થી ) પ્રાપ્ત થયું છે ? ” ત્યારે ઇંદ્રિઆને જીતનાર સુનીન્દ્ર પાતાના જ્ઞાનથી જાણીને ખેલ્યા કે– પૂર્વ ભવે તે સુનિની વિરાધના કરી છે તેથી તું દુ:ખ પામ્યા છે. સુખનુ કારણ ધર્મ અને દુ:ખનું કારણ અધર્મ જ કહ્યું છે. તું તે વૃત્તાંતને સાંભળ.
આ ભરતક્ષેત્રમાં પ્રતિષ્ઠાનપુર નામનુ' મનેાહર નગર છે. તેમાં પરાક્રમી શક્તિસિહુ નામના રાજા હતા. મેાટી રાજ્યલક્ષ્મીવડે અને રાણીઓના સમૂહવડે શેલતા તથા ન્યાયને વિષે નિપુણ બુદ્ધિવાળા તે રાજા રાજ્યનું પાલન કરતા હતા. એક દિવસ તે રાજા શિકાર કરવા વનમાં ગયા. ત્યાં તેણે એક મૃગલાને ખાણવડે લક્ષ્ય કયા, તે વખતે તે મૃગલા ત્યાંથી નાશી ગયા. રાજા તેની પાછળ શીઘ્રપણે દોડ્યો, પરંતુ તે મૃગલા નિર્ભાગીના ધનની જેમ વૃક્ષની ઘટામાં ભરાઇને અદ્રશ્ય થઇ ગયા. ત્યાં એક વૃક્ષની નીચે કોઇ એક મુનિ કાર્યોત્સર્ગે રહ્યા હતા. તેને જોઈ રાજાએ પૂછ્યું કે- મૃગલા કર્યાં ગયા ? તે કહેા.” મુનિનું મન ધ્યાનમાં સ્થિર હતુ તેથી તે માનપણે જ રહ્યા, તેથી ક્રોધ પામેલા રાજાએ તે મુનિને આંધવા માટે પાતાના સેવકાને હુકમ કર્યો. ત્યારે તેઓએ તે મુનિને