________________
શિયાળામાં ઓઢવા માટે રગ કે ધાબળો લાવી શકાય. સ્વાધ્યાય માટે ધાર્મિક પુસ્તકો લાવી શકાય છે. શક્ય એટલી ઉપધિ ઓછી રાખવી. જેથી પડિલેહણ આદિ ક્રિયાઓ શુદ્ધિપૂર્વક અને ઓછા સમયમાં થઈ શકે. ઉપધિ ઉપાધિરૂપ ન થાય તે માટે ઉપયોગ રાખવો.
ઉપધાનમાં પ્રેમે પધારો ત્યારે સ્થિરતા, વીરતા, ધીરતા, ગંભીરતા અને સહનશક્તિ, સ્નેહ અને સદ્ભાવ સાથે લઈને પધારજો. ઉપધાન વાહકે કરવાની રોજની ક્રિયાઃ
આરાધકે સવારે ચાર વાગે ઉઠી ત્રણ નવકાર ગણ્યા પછી લઘુશંકાદિથી પરવારી સ્થાપનાજી સમક્ષ ઈરિયાવહી પડિક્કમી ગમણા ગમણે આલોવે. ગમણા ગમાણેનો પાઠ:
ઈચ્છાકારેણ સંદિસહભગવદ્ ગમણાગમણે આલોઉ? ઇચ્છે
ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન ભંડમત્ત નિકMવણાસમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ એ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, અષ્ટ પ્રવચન માતા શ્રાવક તણે ધર્મે સામાયિક પોસહલીધે રૂડીપેરે પાળી નહિ, ખંડનવિરાધના થઈ હોય, તે સવિહું મનવચન કાયાએ કરીમિચ્છામી દુક્કડં. સો લોગસ્સના કાઉસગ્ગનો વિધિઃ
પછી ઈચ્છા. સંદિ. ભગ. કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણી રાઈ પાયચ્છિત્ત વિરોહણ€ કાઉસગ્ન કરૂં? ઈચ્છે કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણી રાઈય પાયચ્છિત્ત વિસોહણ€ કરેમિ કાઉસગ્ગ અન્નત્ય કહી ચાર લોગસ્સનો અથવા સોળ નવકારનો કાઉસગ્ગ કરી પારી પ્રગટલોગસ્સ કહેવો.
પછી ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગ. પ્રથમ ઉપધાન શ્રી પંચ મંગલ મહામૃત સ્કંધ આરાધનાર્થે કાઉસ્સગ્ન કરું? ઈચ્છ, શ્રી પંચ મંગલ મહાક્રુત સ્કંધ આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ વંદણ વત્તીઆએ. અન્નત્થ. કહી સો લોગસ્સનો કાઉસગ્ગ, ચંદેસુ નિમ્મલયરા સુધી કરી પારી પ્રગટ લોગસ્સ કહેવો (ઉપધાન બદલાય ત્યારે તેનું નામ બદલવું.)
a શ્રા પ્રF
A
A