________________
૦િ શ્રી કુમારપાળ બત્રીસી છે (પરમહંત શ્રી કુમારપાળ ભૂપાલવિરચિતા આત્મનિંદા દ્વાચિંશિકા)
(હરિગીત છંદ) સર્વે સુરેન્દ્રોના નમેલા મુકુટ તેનાં જે મણી, તેના પ્રકાશે ઝળહળે પદપીઠ જે તેનાં ધણીઃ આ વિશ્વનાં દુઃખો બધાંયે છેદનારા હે પ્રભુ, જય જય થજો જગબધુ તુમ એમ સર્વદા ઈચ્છું વિભ. ૧
વીતરાગ હે કૃતકૃત્ય ભગવનું આપને શું વનવું; હું મૂર્ખ છું મહારાજ જેથી શક્તિહીન છતાં સ્તવું; " શું અર્થીવર્ગ યથાર્થ સ્વામીનું સ્વરૂપ કહી શકે, પણ પ્રભો! પૂરી ભક્તિ પાસે યુક્તિઓ એ ના ઘટે.
.
હે નાથ !નિર્મલ થઈ વસ્યા છો આપ દૂરે મુક્તિમાં, તોયે રહ્યાં ગુણ ઓપતા મુજ ચિત્તરૂપી શુક્તિમાં; અતિ દૂર એવો સૂર્ય પણ શું આરસીનાં સંગથી, પ્રતિબિંબ રૂપે આવી અહીં ઉદ્યોતને કરતો નથી?.
પ્રાણી તણાં પાપો ઘણાં ભેગાં કરેલાં જે ભવે. ક્ષીણ થાય છે ક્ષણમાં બધાં તે આપને ભાવે સ્તવે; અતિ ગાઢ અંધારાતણું પણ સૂર્ય પાસે શું ગજું, ઈમ જાણીને આનંદથી હું આપને નિત્યે ભજું.
...૪
શરણ્ય! કરુણાસિંધુ! જિનજી! આપ બીજા ભક્તનાં, મહામોહવ્યાધિને હણો છો શુદ્ધ સેવાસક્તનાં, આનંદથી હું આપ આણા મસ્તકે નિત્યે વહું, તોયે કહો કુણ કારણે એ વ્યાધિનાં દુઃખો સહું.