________________
E AA A A A
૦ આચાર્યપાદ શ્રી રત્નાકરસૂરીશ્વરજી કૃત છે
(રત્નાકર પચ્ચીશી
A
A
A
A
A
A
A A A A AE A
મંદિર છો મુકિતતણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ ! ને ઈન્દ્ર નર ને દેવતા, સેવા કરે તારી વિભુ ! સર્વજ્ઞ છો સ્વામી વળી શિરદાર અતિશય સર્વના. ઘણું જીવ તું, ઘણું જીવ તું, ભંડાર જ્ઞાનકળા તણા. (૧)
A
A
A A A A A A
ત્રણ જગતના આધારને, અવતાર હે કરુણા તણા, વળી વૈધ હે દુર્વાર આ, સંસારના દુઃખો તણા; વિતરાગ ! વલ્લભ વિશ્વના, તુજ પાસ અરજી ઉચ્ચરું, જાણો છતાં પણ કહી અને, આ હૃદય હું ખાલી ખરું. (૨)
A
A
A
A
A
A A A
A
A
શું બાળકો મા-બાપ પાસે, બાળક્રીડા નવ કરે ? ને મુખમાંથી જેમ આવે, તેમ શું નવ ઉચ્ચરે ? તેમજ તમારી પાસ તારક ! આજ ભોળા ભાવથી, જેવું બન્યું તેવું કહ્યું, તેમાં કશું ખોટું મથી ! (૩) મેં દાન તો દીધું નહિ ને, શીયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ, શુભ ભાવ પણ ભાવ્યો નહિઃ એ ચાર ભેદ ધર્મમાંથી, કાંઈપણ પ્રભુ ! નવ કર્યું. મારું ભ્રમણ ભવસાગરે; નિષ્ફળ ગયું ! નિષ્ફળ ગયું! (૪)
A
A
A A A
A A A
A
A
A A
હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડશ્યો મને, ગળ્યો માનરૂપી અજગરે, હું કેમ કરી ધ્યાવું તને ? મન મારું માયાજાળમાં, મોહન ! મહા મુંઝાય છે, ચડી ચાર ચોરો - હાથમાં, ચેતન ઘણો ચગદાય છે. (૫)
A A BE BE