________________
વાંચનાની વિધિઃ
પ્રથમ સો ડગલા વસ્તી જોઈ ગુરુ મહારાજ પાસે આવી ભગવનું શુદ્ધાવસહી કહેવું. પછી ખમા. દઈ ઈરિયાવહી પડિક્કમી ખમા દઈ ઈચ્છા. સંદિ. ભગવદ્ વસ્તી પહેલે (ગુ. પવેહ) ઈચ્છે. ખમા. ભગવનું શુદ્ધાવસહી. ખમા. ઈચ્છા. સંદિ. ભગવદ્ વાયણા મુહપત્તિ પડિલેહું? (ગુ.પડિલેહો) ઈચ્છે. કહી મુહપત્તિ પડિલેહી બે વાંદણા દેવા ઈચ્છા. સંદિ. ભગવનું વાયણા લેશું (ગુ.લેજો) ઈચ્છે. ખમા. ઈચ્છકારી ભગવત્ પસાય કરી વાયણા પ્રસાદ કરાવશોજી કહી શ્રાવકોએ ચૈત્યવંદન મુદ્રાએ અને શ્રાવિકાઓએ ઉભા ઉભા વાચના લેવી.
(વાંચનાને દિવસે સ્ત્રીઓ માથામાં તેલ નાંખી શકે છે. પરંતુ કાંસકાનો ઉપયોગ કરવો નહી.)
પોસહ પારવાનો વિધિઃ
પ્રથમ ખમાસમણ દઈ, ઈરિયાવહી પડિક્કમી, ખમાસમણ દઈ, ઈચ્છા. સંદિ. ભગવદ્ પોસહપારવા મુહપત્તિ પડિલેહું.
ઈચ્છે, એમ કહી મુહપત્તિ પડિલેહવી.
પછી ખમાસમણ દઈ, ઈચ્છા. સંદિ. ભગવનું પોસહ પારું (ગુ. પુણોવિ કાવ્યો) યથાશક્તિ. પછીખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગવદ્ પોસહપાર્યો (ગુ. આયારો ન મુત્તવો) તહત્તિ કહી એક નવકાર ગણી, ચરવલા ઉપર હાથ રાખી મસ્તક નમાવીને પોસહ પારવાનો પાઠ નીચે મુજબ કહેવો.
સાગરચંદો કામો, ચંદવડિસો સુદંસણો ધનો. જેસિપીસહપડિમા, અખંડિયા જીવિઅંતેવિ
(૧) ધન્ના સલાહણિજ્જા સુલસા આણંદ કામદેવાય. જાસ પસંસઈ ભયd, દઢવયત્ત મહાવીરો
(૨) પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો વિધિ કરતાં જે કોઈ અવિધિ જુઓ હોય તે સવિહું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. પછીખમાસમણ દઈ ઈચ્છા. સંદિ.ભગવન્મુહપત્તિ પડિલેહું.
(ગુ. પડિલેહો)