________________
ઉપધાન તપથી થતા લાભો
પ્રથમ ઉપધાનના ૪૦ દિવસ... એક દિવસના પૌષધની ૩૦ સામાયિક, ૪૮૩૦ = ૧૪૧૦ સામાયિક... બહોતેર હજાર અબજ મણ સોનું સાતક્ષેત્રમાં વાપરવાથી જે લાભ મળે તેટલો લાભ એક સામાયિકથી પ્રાપ્ત થાય છે. ઉપધાન તપના ૪૦ દિવસના ૧૪૧૦ સામાયિકથી દસ કરોડ અબજ, પંદર લાખ અબજ, વીસ હજાર અબજ મણ સોનું સાતક્ષેત્રમાં વાપરવા જેટલો લાભ સહજતાથી મળી જાય છે. એક સામાયિક કરનાર પુન્યાત્મા... બાણું કરોડ ઓગણસાઠ લાખ પચ્ચીસ હજાર નવસો પચ્ચીસ (૨,૫૯,૨૫,૯૨૫) પલ્યોપમ પ્રમાણ દેવલોકના આયુષ્યનો શુભ બંધ કરે છે... તો ૪૦ દિવસના ઉપધાનના ૧૪૧૦ સામાયિક દ્વારા એકસો આડત્રીસ અબજ, અક્યાસી કરોડ અક્યાસી હજાર સાતસો પચાસ (૧૩૮,૮૮,૮૮,૮૮,૦૫૦) પલ્યોપમ દેવલોકનું આયુષ્ય બંધાય છે. એક નવકાર ગણવાથી પ૦૦ સાગરોપમ જેટલા અશુભ પાપકર્મોનો નાશ થઈ જાય છે. ૪૦ દિવસના ઉપધાનમાં દરેક આરાધક એક લાખ નવકારનો જાપ કરે છે જેથી પાંચ કરોડ સાગરોપમ જેટલા અશુભ કર્મોનો નાશ કરે છે... એટલે ૧ ઉપધાન કરવાથી એક કરોડ એકાવન હજાર પાંચસો પંદર વાર સાતમી નરકમાં આપણો આત્મા જતો અટકી જાય છે. એક નવકાર ગણવાથી બે લાખ પાંસઠ હજાર પલ્યોપમ દેવલોકનું આયુષ્ય બંધાય... તો એક લાખ નવકાર ૪૦ દિવસમાં ગણવાથી છવ્વીસ અબજ પચાસ લાખ પલ્યોપમનું
દેવાયુષ્ય બંધાય છે. (૫) દરરોજ ૧૦૦ લોમ્મસના કાઉસગ્ગ કરવાથી ૪૦ દિવસમાં ત્રીસ અબજ સડસઠ કરોડ
સાઈઠ લાખ પચાસ હજાર (૩૦,૬૭,૬૦,૫૦,૦૦૦) પલ્યોપમ દેવાયુ બંધાય છે. (૬) એક વાર ઈરિયાવહી સૂત્રનો પાઠ કરવાથી એક્યાસી હજાર (૮૮,૦૦૦) સોનાની
પ્રતિમા (૫૦૦ ધનુષ્યના પ્રમાણ જેટલી મોટી) ભરાવવાનો લાભ મળે છે તો ૪૦ દિવસમાં હજારો ઈરિયાવહી સૂત્રથી કેટલો બધો લાભ પ્રાપ્ત થાય...? કોઈ હિસાબ જ નથી... ઉપધાન તપમાં આવતા ૨૧ ઉપવાસથી ૨૧ લાખ કરોડ વર્ષના અશુભ કર્મોનો નાશા થાય છે.
ઉપધાન તપમાં આવતા ૧ આયંબિલથી ૧૦ હજાર કરોડ વર્ષના અશુભ પાપનો નાશ જ થાય છે. '
ઉપધાન તપમાં આવતી ૧ નીવીથી ૧૬ કરોડ વર્ષના અશુભ કર્મોનો નાશ થાય છે. ૪૦ દિવસ પુરિમુઢનું પચ્ચકખાણ કરવાથી ૪૦ લાખ વર્ષના અશુભ પાપનો નાશ થાય છે.