SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વૈપધાન તપના આરાધકોને. ' હતઈશas સમર્થ શાસ્ત્રકાર મહર્ષિ આચાર્ય ભગવંતશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ‘યોગશતક' નામના મહાગ્રંથમાં જણાવે છે કે – | ‘દરેક વસ્તુમાં અધિકાર પ્રાપ્ત વ્યક્તિને ઉચિત ઉપાયોના સેવનથી ફળના પ્રકર્ષ ભાવથી સિદ્ધિની સફળતાની પ્રાપ્તિ થાય છે યોગ માર્ગમાં તો આ હકીકત વિશેષ લાગુ પડે છે.' જૈન શાસનની પ્રત્યેક ક્રિયાઓ અને ક્રિયામાં ઉપયોગમાં લેવાતાં સૂત્રો અધિકારી વ્યક્તિને જ ફળદાયીસિદ્ધિદાયક બને છે. ચૌદ પૂર્વના સારભૂત શ્રી નમસ્કાર મહામંત્ર અને આવશ્યક ક્રિયાનાં સૂત્રોનો અધિકાર પ્રાપ્ત કરવા માટે સરની નિશ્રામાં ઉપધાન તપનું વહન કરવું એ શ્રાવકજીવનનું પરમ કર્તવ્ય છે. ઉપધાન તપ દ્વારા શ્રાવકો પરમાત્માના શાસનના શ્રમણ જીવનના આસ્વાદને પ્રાપ્ત કરી શકે છે. ઉપધાનમાં જ્ઞાનપ્રધાન, દર્શનપ્રધાન, ચારિત્રપ્રધાન, તપપ્રધાન જીવન જીવવાનું હોય છે. જેના જીવનમાં મોહનીય કર્મનો ક્ષયોપશમ અને વિશિષ્ટ પુણ્યોદયનું પ્રગટીકરણ થયું હોય તેવા પુણ્યાત્માઓને જ ઉપધાન તપ કરવા કરાવવાના મનોરથ પ્રગટે છે, અને તે સફળ બને છે. ઉપધાન તપની આરાધનાનું આયોજન કરનાર અને તેમાં જોડાનારા દરેક પુણ્યાત્માઓએ એવા ચડતે રંગે, હૈયાના ઉછરંગે, પરમપવિત્ર નિર્મળ પરિણતિની સાધનામાં લાગી જવું જોઈએ કે ખૂબ જ ઝડપથી દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ વગેરે સાધી નિર્મળ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સર્વવિરતિને પામી પરમપદના ભોક્તા બની. શકે. આવી ઉત્તમ અવસ્થાને સૌ કોઈ પામે એ જ એકની એક શુભાભિલાષા. - મૂનિ શ્રી રાજયશ વિ. મ.સા.
SR No.032355
Book TitleUpdhan Tap Dipika
Original Sutra AuthorN/A
AuthorPradipchandrasuri
PublisherPrabhavatiben B Shah
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy