________________
ઉપથાન તપમાં આરાળકોનો રોનો કાર્યક્રમ ૧. સવારે ચાર વાગ્યે ઉઠવું. તરત ત્રણ નવકાર ગણવા. ૨. લઘુશંકાદિથી પરવારી સ્થાપનાજી સમક્ષ ઈરિયાવહી પડિક્કમી,
“ગમણાગમણે બોલ્યા બાદ, “કુસુમિણ દુસુમિણ”નો કાઉસ્સગ્ન કરવો. પછી, પુસ્તિકામાં પેજ નં. ૧૦ પરની વિધિ મુજબ ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ન વિધિપૂર્વક બધાએ એકી સાથે સમૂહમાં કરવો. કાઉસ્સગ્નની વિધિ
પુસ્તિકામાં પેજ નં. ૧૦, ૫૩ પર સમજી લેવી. ૩. પછી રાઈઅ પ્રતિક્રમણ બધા સમુહમાં ધીમા અવાજે કરે. પ્રતિક્રમણ વિધિ
મુજબ, ઊભા-ઊભા કરવું. પ્રતિક્રમણ સવાર-સાંજ બન્ને ટાઈમ બધાએ સમુહમાં જ કરવાનું. સવારના પ્રતિક્રમણમાં કલ્લાકંદની ચાર થાય અને નમુત્થણું બોલીને પોષણ લેવાની વિધિ (પૃષ્ઠ પેજ નં. ર૫) મુજબ પોસહ લેવો. અહોરાત્રનો પોષણ
લેવો. ૬. ત્રણ નવકાર ગણી, બહુવેલના બે આદેશ માંગવા. પછી, ચાર ખમાસમણા
પૂર્વક ભગવાનાદિને વાંદી, અઠ્ઠાઈજ્જસુનો પાઠ કહી, શ્રી સિમંધરસ્વામી,
શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કરે, ને પ્રતિક્રમણ પૂર્ણ કરે. . ૭. પછી સમય થયે, મૌનપૂર્વક પડિલેહણ કરે. પેજ નં. ર૬ ૮. પછી પેજ નં. ર૯ મુજબ દેવવંદન કરે. ૯. શ્રાવિકાઓએ સવારે ગુરુ મ. પાસે ફરી પોષહ, તેમજ પડિલેહણના આદેશ
માંગવા, શ્રાવકોએ પણ માંગવા. ૧૦. પછી, પવેયણાની વિધિ ગુરુ મ. પાસે કરે, પેજ નં. ૩૦ મુજબ. (તેમાં
સ્વસ્થાનની ચારે દિશામાં સો-સો ડગલાં કે તીર્થના સંકુલમાં વસતિની શુદ્ધિ
વિધિપૂર્વક જોવી. બંને ટાઈમ જોવી.) ૧૧. પછી “મન્નત જિણા” સક્ઝાયની વિધિ કરે. પેજ નં. ૩૧ ૧૨. પછી, પેજ નં. ૩૧ મુજબ રાઈઅ મુહપત્તિ વિધિ કરે. ૧૩. સત્તર સંડાસા સહિત વિધિપૂર્વક ૧૦૦ ખમાસમણાંની વિધિ પેજ નં. ૧૧
મુજબ કરવી. ૧૪. પેજ નં. ૧૧ મુજબ જિનમંદિરે દર્શન કરવા જવું, ચૈત્યવંદન કરવું. આઠ
સ્તુતિપૂર્વક દેવ વાંદવા.