________________
૧૫. શ્રી વર્ધમાન તપની ઓળીનો પાયો નાંખવો. ૧૬. આસો તથા ચેત્ર માસમાં શ્રી નવપદને કાયમ વિધિપૂર્વક આરાધવા. ૧૭. ચૌદ નિયમ સમજીને હંમેશા ધારવા. ૧૮. સદગુરુનો યોગ હોય તો વંદન તથા વ્યાખ્યાન શ્રવણ ચૂકવું નહિ ૧૯. માંસ, મદિરા, મધ અને માખણ એ ચાર મહાવિગઈઓ ત્યાગ કરવી. ૨૦. પરસ્ત્રી, વેશ્યા, ચોરી, જુગાર, શિકાર, માંસ, મદિરાદિ નરકના હેતુ છે. આ
સાત મહાવ્યસનોને જીવનપર્યત ત્યાગ કરવો. ૨૧. શ્રાવકનાં બાર વ્રતો સમજી લઈ યથાશક્તિ ગ્રહણ કરવા. ૨૨. બાકી રહેલ પાંત્રીશું તથા અઠ્ઠાવીશું યથાસમયે જલદી પૂરું કરી લેવું. ૨૩. કાયમ માટે મુકસી, ગંઠસી કે વેઢસીનું પચ્ચખાણ યથાશક્ય રાખવું કે જેથી
અકસ્માત મરણ થાય તો પણ સદ્ગતિ થાય. ૨૪. જ્ઞાનની આરાધના માટે રોજ ૫૧ અથવા ૫ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. ૨૫. કર્મક્ષય નિમિત્તે રોજ દશ-વીસ લોગસ્સનો કાઉસ્સગ્ન અવશ્ય કરવો. ૨૬. ઉપધાનની આલોચના વહેલામાં વહેલી પૂરી કરવી. ન થાય ત્યાં સુધી
મનગમતી વસ્તુનો ત્યાગ કરવો. ૨૭. વર્ષમાં એકવાર ઉપધાન નિશ્રાદાતા ઉપકારી ગુરુવર્યને વંદન કરી માર્ગદર્શન
મેળવવું. ૨૮. મહિનામાં બે ચર્તુર્દશી એ ઉપવાસ કરવો. ૨૯. મહિનામાં ઓછામાં ઓછું એકવાર સ્નાત્ર ભણાવવું. ૩૦. રોજ ઓછામાં ઓછી એક બાંધી નવકારવાલી ગણવી. ૩૧. મહિનામાં બાર તિથિ અથવા છેવટે પાંચ તિથિ ઉપવાસ, આયંબિલકે એકાસણું
' પોતે પોતાની શક્તિ મુજબ કરવું. ૩૨. જેમને શક્તિ હોય તેમણે ચોમાસામાં લીલોતરીનો ત્યાગ કરવો. ૩૩. રોજ થાળી ધોઈ પીવી તથા લુછવી. ૩૪. રાતના કોઈ ચીજ પ્રાણાન્ત પણ મુખમાં નાખવી નહિ. ૩૫. નીતિમય જીવન એ ધર્મનો પાયો છે. માટે માર્ગાનુસારીના ૩૫ ગુણો જીવનમાં
ઉતારવા સતત પ્રયત્ન કરવો. ૩૬. દરવરસે ઓછામાં ઓછી એકવાર તીર્થયાત્રા કરવી. ૩૭. સાત ક્ષેત્રમાં દરવરસે ઓછામાં ઓછા રૂ. ૭ ખરચવાં. ૩૮. રોજ દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ અને પકવાન એ છ ભક્ષ્ય વિગઈ માંથી
કોઈપણ એકવિગઈ મૂળથી વારા ફરતી અવશ્ય ત્યાગ કરવી.
४७