________________
I પૂ.દાન-પ્રેમ-રામચંદ્ર-ભુવન-આનંદધનસૂરિગુરુભ્યો નમઃ II
પ્રક
પોતાના હાડ-માંસ-રૂથર આદિ વડે પોતાના
સંતાનોના સ્કૂલ શરીરને ઘડીને, સંતાનને જન્માવીને, અસંખ્ય વિટંબણાઓ સામે ઝઝૂમીને સંતાનને પાળી-પોષીને જગતમાં જીવવા લાયક બનાવીને... તે રીતે અનેક પ્રકારે મા-બાપ સંતાનો ઉપર અતિ ઉપકારો વરસાવે છે. તેમાં પણ ઘર્મ, ઉત્તમ સંસ્કારો, ઉત્તમ આચાર-વિચાર આદિનું પોતાના સંતાનોમાં સિંચન કરનારા મા-બાપ ખરેખર ઉત્તમ alણાય.
અમોને આવા ઉત્તમ મા-બાપ મળ્યા, તે અમારું સભાય છે. જીવનમાં અનેક સુકૃતો કરતાં-કરાવતાં અમોને પણ તે જ મા દર્શાવતાં રહેલા ઉપકારી પૂ.માતુશ્રી પ્રભાવતીબેન તથા પૂ.પિતાશ્રી બાબુલાલ નાથાલાલ શાહના ચરણોમાં અમે તેઓના બાળ નતમસ્તકે છીએ...
તે સાથે, વર્ષોથી અમારા પરિવાર પર ઘનઘોર મેઘ જેવી સતત કૃપા વ૨સ્રાવનાશ, પ્રેરણાઓ કરી કરીને અમોને દરેક ઘર્મ કાર્યોમાં જોડનારા પ્રેરણાસ્તોત્ર એવા અમારા પરમ ઉપકારી ગુરૂદેવ પૂ. યોíદવાકર આચાર્યદેવ શ્રીમદ્ વિજય આનંથનસૂરીશ્વરજી મહારાજ અને તેઓના શિષ્ય પરિવારના ચરણોમાં અમારી અનંતશઃ વંદનાવલી છે...
પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી વિજય આનંર્થનસૂરિજી મ.સા. તથા પૂ. સૂરિમંત્રસમાસથક આચાર્યદેવ શ્રી વિજય પ્રદીપચંદ્રસૂરીશ્વરજી મ.સા. તેમજ પૂ.સા. રજુપ્રશાશ્રીજી મ. ની નિશ્રામાં અમોને શ્રી માણીભદ્રવીર જૈન તીર્થ આગલોડ મધ્યે શ્રી ઉપથાના મહાતપ કરાવવાનો અપૂર્વ લાભ મળી રહેલ છે. તેથી અમારા આનંદની અવધિ નથી રહી...!
આ ઉપધાન તપના આરાધકોને આરાધનામાં ઉપયોગી બનશે, તેવી આશા સાથે પૂ.આ.કે.શ્રી વિજય પ્રદીપચંદ્રસૂરીશ્વરજી મ.સા. સંકલિત આ પુસ્તકાનું અમે પ્રકાશન કરીએ છીએ. આ પ્રકાશન દ્વારા સહુ કોઈ વહેલી તકે મોક્ષને પામે તેવી પ્રભુને પ્રાર્થના છે.
રાજપુર નિવાસી પ્રભાવતીબેન બાબુલાલ ગાથાલાલ શાહ પરિવાર
મહેન્દ્રભાઈ – અશોકભાઈ – બીપીનભાઈ ઉપેન્દ્રભાઈ – રમેશભાઈ – કીર્તિભાઈ – શૈલેષભાઈ