________________
પં. લાવણ્યસમય ચણિ. ચાલ્યા ચેર ચપલ તે ચેપટ, ચિહું દિસિ વિટિ ધાય, દેવ શર્મ દારિદ્ર બ્રાહ્મણ, તેહ તણુઈ ઘરિ જાય; ઘણુઈ મારથિ ખીર રંધાવી, પુરા કરવા સ્નાન, એક હાલી હાંડલિ ઉપાડી, લેઈ ગયુ પરમાન. પ
બાપડલાં બાયડાં દેખિ કરી એ વાત,
વલવલતાં જઈ વીનવીઉં. વેગઈ તાત. વાત તાત સુણીનઈ કે, તતખિણિ મંદિર આયો, તે ઘુમડ ધસમસતે ભારે, ભેગલ લેઈ નઈ ધાયે; ખંભણ ચાર બથોબથિ જાણી, દઢ પ્રહાર દઢ મારઈ, દેહિલ દેખી નિજ સ્વામીનઈ, વચિ પઇઠી ગાઈ નિવારઈ. ૬
તેહ રેસઈ ભરીઉ ગે હણિ, હત્યા ફલ લીધ,
વલી ઘરને સ્વામી બંભણ પૂરે કીધ. ઘરને સ્વામી હણિઉં જાણ, રેતી રાતિ નારિ, ગર્ભવતી ઘણી ગાલ દેયતિ, આવી મંદિર – બાર; ખડગ ધરિ કરિ ઉદર વિદાયું , ગર્ભ પડયે ફડફડતે, નિરદયનઈ મનિ દયા ઉપની, શેસ થયે હવઈ પડતા. ૭
હે હૈ! ધિગ! ધિગ! મઈ કી કિ સંતાપ? વિણ કારણિ લાગાં પરલખિ પિઢાં પાપ. પરતખિ પિઢાં પાપ ઘણું મુઝ, લાગી તે સ્યુ કહી? ઇક્વેકા પાતિકથી નિઈ, નરગ તણાં ફલ લહી,