________________
પપ૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેની કાવ્ય પ્રસાદી કે જે પ્રભુને કરોડ દેવતાઓ અને કિન્નરે સેવા કરે છે એમની હું પણ સેવા કરું છું. અભુત દેડકાંતિ ધરાવનાર, શાંત રસથી શોભતા કોઈ પણ પ્રકારના દુષણ વિનાના અને અલંકાર વિના પ્રકાશતા અને જેમને તેજ આગળ સૂર્ય પણ ઝાંખો પડી ગયો છે એવા શ્રી મહાવીર પ્રભુનું શાસન આખા જગતમાં જાણીતું છે. એમને મહિમા કઈ રીતે વર્ણવી શકાય?
૫૭. શ્રી પ્રમેદસાગરજી શ્રી વડષભદેવ જિન સ્તવન (પૃ. ૩૯૩) આઉખું-આયુષ્યજક્ષ–યક્ષસહસ-હજાર
આ સ્તવનમાં કવિએ શ્રી ઋષભદેવ ભગવાનનાં લંછન, કાયા, નગરી, આયુષ્ય, ગણધર, યક્ષ, દેવી, વંશ વગેરેનું વર્ણન કર્યું છે.
શ્રી શાંતિજિન સ્તવન (પૃ. ૩૯૪), સૂર-સૂર્ય; ધ્યાનાનલ-ધ્યાનરૂપી અગ્નિ.
આ સ્તવનની પહેલી કડીમાં કવિએ શ્રી શાંતિનાથ ભગવાનને મહિમા બતાવી પછીની કડીઓમાં એમનાં નગર, લંછન, આયુષ્ય વગેરેને પરિચય આપે છે.
શ્રી નેમિનાથ જિન સ્તવન (પૃ. ૩૫) રતિનાથ-કામદેવ; છપે-જતે; આઉ–આયુષ્ય, અણગાર-સાધુ.
આ સ્તવનમાં કવિ શ્રી નેમિ જિનેશ્વરને પિતાની વિનતી સાંભળવા અને પિતાની આશા સફળ કરવાનું કહી પછી એમનાં નગર, વાન, આયુષ્ય, કાયા, માતાપિતા, યક્ષિણી, સાધુસાધ્વી વગેરે વર્ણવે છે અને અંતમાં કહે છે કે આવા પ્રભુનું આનંદથી દર્શન કરતાં આપણાં બધાં પાપ દૂર થાય છે.
શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૩૯૫) સરેરહ-સરોવરમાં ઊગેલાં;