________________
પપર જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેની કાવ્ય પ્રસાદી
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૩૮૭) કવિ આ સ્તવનમાં કહે છે કે હે પ્રભુ! મારા મનમાં તમે વસ્યા છે, પરંતુ તમારા મનમાં હું નથી વ. આવી એકાંગી પ્રીતિ શું કામની ? માટે હે ભગવાન ! મારી અરજ તમે દિલમાં ધો. કારણ કે મારા મનમાં તમારી જ લગની લાગી છે, અને હવે હું તમારાથી અળગો થવાનો નથી.
૫૬. શ્રી ગુણવિલાસ સં. ૧૭૯૭માં જેસલમેર નગરમાં શ્રી ગુણ વિલાસ પાઠકે રચેલી વીસીનાં સ્તવને કદમાં ઘણાં નાનાં છે, પણ ભિન્ન ભિન્ન રાગમાં લખાયેલાં અને વ્રજ ભાષાની છાંટવાળાં હોવાથી એમાં ભાષાનું અનુમપ માર્દવ અને માધુર્ય અનુભવાય છે.
શ્રી ઋષભ જિન સ્તવન (પૃ. ૩૯૦) મહીગે–મને; તારો–ઉદ્ધાર;
આ સ્તવનમાં કવિ શ્રી ગુણવિલાસ શ્રી ઋષભદેવ પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે હે પ્રભુ ! તમે જ વિષ્ણુ છો, તમે જ ગોપાલ છો, તમે જ કર છે અને તમે જ બ્રહ્મા છો, તમે જ આદિ અનાદિ પુરુષ છે. મારો ભ્રમ હવે ભાંગી ગયો છે, મોહરૂપી અંધકાર દૂર થયો છે. હે પ્રભુ! આટલા અનંત સમય સુધી ભવાટવીમાં ભૂલો પડ્યો હતો. માટે હવે હે નાથ, મારી રક્ષા કરો અને મને આ ભવદુઃખમાંથી ઉગારી લે.
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૩૦) બરન-વર્ણ, વાન; દિનંદ-સૂર્ય
આ સ્તવનમાં કવિ પાંચમા ચક્રવતી અને સોળમાજિનેશ્વર પ્રભુ, વિશ્વસેન રાજાના પુત્ર, ભવભવનાં દુઃખને દૂર કરનાર એવા, જેમની કંચનવર્ણ કાયાવાળી મનોરથ મૂર્તિ સુર્યની જેમ પ્રકાશે છે એવા શ્રી